Western Times News

Gujarati News

ઠાસરાના પીપલવાડા પંથકમાં ખેતરમાં વિજળી પડતા કિશોરનું મોત

share broker suicide

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લામાં આજે બપોરે વીજળીના કડાકા અને ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ થયો હતો. ઠાસરા પંથકમાં માત્ર જુજ વરસાદ માં પણ વીજળી પડવાની ઘટના બની હતી . જેમાં ઠાસરાના પીપલવાડા તાબેના દિપકપુરા પરા વિસ્તારમાં વીજળી પડવાથી એક ૧૩ વર્ષિય કિશોરનું મોત નિપજ્યું છે. જ્યારે બે વ્યક્તિઓ દઝાયા હતા. આ બનાવને પગલે ઠાસરા પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા બે દિવસથી જ ખેડા જિલ્લામાં ભારે ઉકળાટ જોવા મળ્યો હતો. જિલ્લા વાસીઓ પરસેવે રેબ જેબથી ત્રાહિમામ પોકારી ઉઠી હતી. દરમિયાન આજે બપોરે આકાશમાં ઘનઘોર વાદળો છવાયા હતા અને છુટોછવાયો વરસાદ પડ્‌યો હતો?.

ગાજવીજ સાથે વરસાદ પડ્‌યો હતો. જિલ્લા ડિઝાસ્ટરમાથી મળતી માહિતી મુજબ બપોરે ૧૨થી લઈને સાંજે ચાર વાગ્યા સુધીમાં ગળતેશ્વર તાલુકામાં ૩૪મી મી, નડિયાદ તાલુકામાં ૨૬મીમી, વસો તાલુકામાં ૩૪મી મી, માતર તાલુકામાં ૧૫મી મી, મહુધા તાલુકામાં ૧૦મી મી, ઠાસરા તાલુકામાં ૬ મીમી, કઠલાલ તાલુકામાં ૯ મી મી, જ્યારે ખેડા તાલુકામાં ૨ મીમી વરસાદ વરસ્યો હતો. જોકે આ વરસાદના કારણે ઉકળાટમાં થોડી ઘણી રાહત થઈ હતી.

આ વરસાદની સાથે સાથે ઠાસરા પંથકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. પરંતુ વીજળી પડવાની ઘટના બની છે. જેમાં આ તાલુકાના પીપલવાડા તાબેના દિપકપુરા પરા વિસ્તારમાં ખેતરની અંદર વીજળી પડવાની ઘટના બની છે. જેમાં ૧૩ વર્ષિય અજય પરેશ રાઠોડ જે પોતાના કુટુંબીજનો માટે ટીફીન લઈને જતો હતો ત્યારે વીજળી પડતા ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેનુ કરૂણ મોત નિપજયું હતું.

જ્યારે મહેન્દ્રભાઈ રાઠોડ તેમજ અરવિંદભાઈ રાઠોડ વીજળી પડવાથી દાઝી ગયા છે. આ બનાવ મામલે ઠાસરા પીએસઆઇ સોલંકીએ જણાવ્યું કે, આ મામલે ઠાસરા પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે. દીપકપૂરા સીમ વિસ્તાર આ તમામ લોકો ખેતરમાં ધરૂનું કામ કરતા હતા તે સમયે વિજળી કાળ બની ભરખી ગઈ હતી. મૃતક કિશોરને પીએમ અર્થે ખસેડાયો છે. જ્યારે ઘાયલને ૧૦૮ મારફતે સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.