Western Times News

Gujarati News

ગોધરામાં વરસાદના કારણે દીવાલ ધરાશાઈ થતાં બે રીક્ષાઓ દબાઈ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) સોમવારે બપોર ના સમયે ચાલુ વરસાદે ગોધરા શહેરના બાહરપુરા વિસ્તારમાં આવેલા હિંદુ સ્મશાનની સેફ્‌ટી દીવાલ ધરાશાયી થતા બે ઓટોરીક્ષાઓ દબાઈ ગઈ હતી.

ત્યારે દિવાલ ધરાશાયી થવાની આ ઘટનામાં વૃક્ષો પણ તુટી પડતા બે રીક્ષાનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. દિવાલ ધરાશયી થતાં રીક્ષા પાસે એક યુવાન દબાઈ જતા સ્થાનિક લોકોએ બહાર કાઢ્યો હતો.દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં એક યુવક ને ઈજા થતા સારવાર અર્થે ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ત્યારે સ્મશાન ની અંદર ઉગેલા વૃક્ષો કાપવા માટે સ્થાનિકો દ્વારા તંત્ર ને રજૂઆત કરવા છતા રજુઆત ને ધ્યાને ન લેવાઈ હોવાનો આક્ષેપ સ્થાનિકો એ કર્યો હતો.દીવાલ ધરાશાઈ થવાની ધટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.બે રીક્ષા ને નુકસાન પહોંચતા સ્થાનિકો દ્વારા સરકાર સમક્ષ વળતર ની માંગ કરાઈ.તો સાથે સાથે આ બનાવ બનતા આફત ને આમંત્રણ ના હોય તેમ લોકો સ્મશાનની ધરાશયી થયેલી દીવાલ ને જોવા ટોળે વળ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.