Western Times News

Gujarati News

બગસરા નગરપાલિકા દ્વારા વેરા વધારાનો ઠરાવ લોકોના વિરોધ વચ્ચે પસાર કરાયો

બગસરા, બગસરા પાલીકા દ્વારા પાણી વેરો રૂ.૬૦૦ ના રૂ.૯૦૦ કરવામાં આવ્યા સફાઈ વેરો રૂ.૧પ ના રૂ.૧૦૦ કરવામાં આવ્યો અને લાઈટવેરો જે હતો જ નહી તે નવા વેરાના રૂપમાં રૂ.પ૦ અને ભુગર્ભ ગટરનો પણ નવા વેરો તરીકે રૂ.રપ૦ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ પાલીકા દ્વારા આ વિરોધને અવગણીને બોર્ડની મીટીગમાં નિર્ણય લેવાયો હતો. જેમાં ૧પ% રીબેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

પાલીકા દ્વારા ધારાસભ્ય અને સંસ્થાઓની હાજરીમાં વેરો વધારવા બાબતે એક બેઠક પણ બોલાવવામાં આવી હતી. તે જ દિવસે ચેમ્બર ઓફ કોમર્સ પણ એક બેઠક બોલાવી હતી. તેમાં પાલિકા વેરો વધારાશે. પણ એક બેઠક બોલાવી હતી. તેમાં પાલીકા વેરો વધારાશે તો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. પરંતુ પાલીકા દ્વારા આ વિરોધને ધ્યાને લીધા વગર ઠરાવ કરી નખાયો. સાથે બીજો ઠરાવ પણ કરાયો કે જે કરદાતા આવતા વર્ષે તા.૧ એપ્રિલથી ૩૦ જુન સુધીમાં વેરો ભરશે તેને ૧પ% રીબેટ આપવામાં આવશે.

જયારે પાલિકા આ નિયત સમય મર્યાદામાં વેરો ભરેતેન પહેલેથીજ ૧૦% રીબેટ આપતી જ હતી.જે ફકત પ% વધારે આપવા ઠરાવ કરી લોકોને ઉધા ચકમાં પહેરાવ્યા હતા. જો કે આ વળતરમાં પાણી વેરાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ બાબતે પાલીકા પ્રમુખને પુછતા તેમણે જણાવ્યું હતું. કે વ્યવસાય વેરો રૂ.પ૦૦ કરવામાં આવ્યા ત્યારે કોઈ વિરોધ થયો નહોતો.

જયારે પાલીકા એકાંતરો ત્યારે કોઈ વિરોધ થયો નહોત. જયારે પાલીકા એકાંતરા પાણી આપે છે. શહેરમાં ભુગર્ભ ગટર કાર્યરત છે. ૪પ૦ જેટલી સ્ટ્રીટ લાઈટ છે. આ તમામનો જાળવણી ખર્ચ અંઅદાજે રૂ.૧ કરોડ કરતા વધારે થાય છે. જયારે લોકો ૧૦૦% વેરો ભરે તો વેરાની આવક રૂ.૧ કરોડથી જેવી થાય છે. જયારે પાલીકા શહેરના લોકોને સારી સુવિધા આપવા માટે આ વેરો વધારો કરાયો છે.

અનેક સંસ્થાના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે અનેક વિસ્તારમાં સફાઈ કામદારો ફરકતા પણ નથી. તો અનેક વિસ્તારોમાં ગટરોનું ગંદુ પાણી રોડ પર ફરી વળી છે. તો આવી પરીસ્થિતીમાં વેરો વધારરવાનો નિર્ણય કેટલા અંશે વ્યાજબી કહેવાય ? એ પ્રશ્ન છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.