Western Times News

Gujarati News

PM મોદીની ઓસ્ટ્રિયાની મુલાકાત યુરોપીયન દેશો સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવા તરફ

ઓસ્ટ્રિયાની મુલાકાત લેનાર છેલ્લા ભારતીય વડાપ્રધાન વર્ષ ૧૯૮૩માં ઈન્દિરા ગાંધી હતા.-ઓસ્ટ્રિયાની ઐતિહાસિક મુલાકાત દ્વિપક્ષીય સંબંધોનો નવો અધ્યાય

ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે વર્ષ ૧૯૪૯થી રાજદ્વારી સંબંધો છે, પરંતુ અત્યાર સુધી બન્ને દેશો વચ્ચેના સંબંધો પ્રમાણમાં ઓછા મહત્ત્વના રહયા છે.  આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રિયાની મુલાકાત યુરોપીયન દેશો સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની બાબત પર નવેસરથી ધ્યાન કેન્દ્રીત કરે છે

તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ એક મહત્ત્વપૂર્ણ રાજદ્વારી વિકાસ તરીકે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાની મુલાકાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ઐતિહાસિક ગણવામાં આવી રહી છે. કારણ કે છેલ્લા ૪૦ વર્ષમાં ભારતીય વડાપ્રધાન દ્વારા ઓસ્ટ્રિયા દેશની પ્રથમ વખત સત્તાવાર મુલાકાત લેવામાં આવી રહી છે.

Photo : Narendra Modi, Honourable Prime Minister of India and H E Mr Karl Nehammer, the Chancellor of Austria along with the CEOs from India and Austria at the India-Austria Business Meeting in Vienna, Austria held on 10th July 2024.

આ સમાચિહ્ન મુલાકાત થકી બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા, આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા અને બન્ને રાષ્ટ્રો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાનને વધુ ગાઢ બનાવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે વર્ષ ૧૯૪૯થી રાજદ્વારી સંબંધો છે પરંતુ અત્યાર સુધી બન્ને દેશો વચ્ચેના સંબંધો પ્રમાણમાં ઓછા મહત્ત્વના રહ્યા છે. ઓસ્ટ્રિયાની મુલાકાત લેનાર છેલ્લા ભારતીય વડાપ્રધાન વર્ષ ૧૯૮૩માં ઈÂન્દરા ગાંધી હતા. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રિયાની મુલાકાત યુરોપીયન દેશો સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની બાબત પર નવેસરથી ધ્યાન કેન્દ્રીત કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રિયાની મુલાકાત સાથે બન્ને દેશોના રાજદ્વારી સંબંધો સાથે જોડાયેલી કેટલીક અપેક્ષાઓ સેવવામાં આવી રહી છે જેમની મુખ્ય પહેલી બાબત આર્થિક સહકાર અંગેની છે. ઓસ્ટ્રિયા દેશ યુરોપિયન યુનિયનમાં એક મોટો આર્થિક ખેલાડી છે અને એટલે જ ભારત ઓસ્ટ્રિયા સાથે પોતાના વેપાર સંબંધોને મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખે છે. બન્ને દેશો વચ્ચેના આર્થિક સંબંધી મજબૂત થવાથી ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ અને ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા અને રોકાણની તકોમાં વધારો થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

બીજી બાબત બન્ને દેશો વચ્ચે વ્યુહાત્મક ભાગીદારમાં વધારો થવાની છે. આ મુલાકાત વ્યુહાત્મક ભાગીદારીની સ્થાપના તરફ દોરી શકે છે કે જેમાં સંરક્ષણ, સુરક્ષા અને આતંકવાદ વિરોધી સહયોગનો સમાવેશ થાય છે. સંરક્ષણ ઉત્પાદનમાં ઓસ્ટ્રિયાની નિપુણતા અને ભારતના વધતા સૈન્ય આધુનિકીરણ કાર્યક્રમ પરસ્પર લાભદાયી સહયોગ માટેની તકો ઊભી કરે છે.

આ ઉપરાંત બન્ને દેશો સાંસ્કૃતિક વિનિમય અંગે પણ સહકાર વધારી શકે છે. મોદીની મુલાકાત સંભવતઃ સાંસ્કૃતિક વિનિમય, શિક્ષણ અને પીપલ-ટુ-પીપલ સંપર્કો પર ભાર મૂકશે. જેનાથી ભવિષ્યમાં શૈક્ષણિક સહયોગ, ટુરિઝમ પ્રમોશન અને સાંસ્કૃતિક કાર્યક્રમો અંગેના કરારોની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકશાહી, માનવ અધિકારો અને કાયદાના શાસન પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાને જોતાં બન્ને દેશો વૈશ્વિક શાસન, આબોહવા પરિવર્તન અને બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચામાં સામેલ થશે.

મોદીની ઓસ્ટ્રિયાની મુલાકાત, ખાસ કરીને બ્રેÂક્ઝટ પછીની પરિસ્થિતિમાં, યુરોપિયન સાથે જોડાણને વધુ ગાઢ બનાવવાનો ભારતનો ઈરાદો દર્શાવે છે. ભારત પરંપરાગત સાથીઓની આગળ તેની ભાગીદારીમાં વૈવિધ્યીકરણ કરી રહ્યું છે કે જે તેના વધતા વૈશ્વિક પ્રભાવ અને બહુધ્રુવીય જોડાણ માટેની ઈચ્છાને દર્શાવે છે. આ મુલાકાત પરંપરાગત ભાગીદારો પર ભારતની આર્થિક નિર્ભરતા ઘટાડવા અને યુરોપિયન યુનિયનના દેશો સાથે નવી તકો શોધવાના ભારતના પ્રયાસોને પ્રકાશિત કરે છે.

જો કે, બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં કેટલાક પડકારો પણ રહેલા છે જે પૈકી પહેલો પડકાર વેપાર અસંતુલનનો છે. ભારતની ઓસ્ટ્રિયા સાથે નોંધપાત્ર વેપાર ખાધ ખૂબ જ વધારે છે કે જે વર્ષ ર૦ર૦માં ૧.૪ બિલિયન યુરો આસપાસ રહી હતી. આથી ઓસ્ટ્રિયામાં ભારતીય નિકાસ અને રોકાણ વધારો થાય એ મદ્દાને સંબોધિત કરવાની જરૂર છે. બીજો પડકાર ચીન તરફથી હરીફાઈનો છે.

ચીન સાથે ઓસ્ટ્રિયાના વધતા આર્થિ સંબંધો ભારત માટે એક પડકાર બની શકે છે. ભારત અને ઓસ્ટ્રિયાએ મજબૂત ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક શાસનના મુદ્દાઓ, જેમ કે, આબોહવા પરિવર્તન અને માનવ અધિકારો પર ઉદ્દભવી રહેલા મતભેદોને પણ નેવિગેટ કરવા અનિવાર્ય છે.

યુરોપના મધ્યમમાં આવેલા ઓસ્ટ્રિયાનું વ્યુહાત્મક સ્થાન, યુરોપિયન યુનિયનમાં તેનું સભ્ય પદ અને ભારત સાથેના તેના ઐતિહાસિક સંબંધો તેને ભારત માટે મહત્ત્વપૂર્ણ ભાગીદાર બનાવે છે. એન્જિનિયરીંગ ઓટોમોટિવ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં ઓસ્ટ્રિયાની કુશળતા ભારતની વિકાસ પ્રાથમિકતાઓ સાથે સુસંગત છે.
ભારત પોતાની આર્થિક વૃદ્ધિને આગળ વધારવા માટે અને તેમાંય ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, સ્માર્ટ સિટીઝ અને ક્લિન એનર્જીના ક્ષેત્રોમાં ઓસ્ટ્રિયાની તકનીકી કુશળતાનો લાભ લેવા માંગે છે.

સંરક્ષણ ઉત્પાદનમાં ઓસ્ટ્રિયાના અનુભવ અને ભારતના આધુનિકીકરણના પ્રયાસો ને જોતાં ભારત પણ સંરક્ષણ સહયોગને મજબૂત કરવાની આશા રાખે છે. વડાપ્રધાન મોદીની ઓસ્ટ્રિયાની ઐતિહાસીક મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ મુલાકાતની સફળતા વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતામાં ફાળો આપનારા પરસ્પર લાભદાયી સંબંધોને ઉત્તેજન આપતા, મુખ્ય મુદ્દાઓ પર સમાન આધાર શોધવાની બન્ને રાષ્ટ્રોની ક્ષમતા પર નિર્ભર રહેશે.

આ મુલાકાતથી ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે રાજદ્વારી જોડાણ, આર્થિક સહયોગ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનો માર્ગ મોકળો થવાની અપેક્ષા છે. વૈશ્વિક પડકારોને પહોંચી વળવા બન્ને રાષ્ટ્રો સાથેમળીને કામ કરે છે, તેમની ભાગીદારી આંતરરાષ્ટ્રીય સંબંધોના ભાવિને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મોદીની ઓસ્ટ્રિયાની મુલાકાત યુરોપ સાથે જોડાવા

અને તેની ભાગીદારીમાં વિવિધતા લાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો સંકેત આપે છે. જેમ જેમ વિશ્વ ભૌગોલિક રાજકીય તણાવ, આર્થિક અનિશ્ચિતતા અને પર્યાવરણીય પડકારો સાથે ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારત-ઓસ્ટ્રિયા ભાગીદારી સહકારી મૃત્સદ્દીગીરી અને પરસ્પર ફાયદાકારક સહયોગ માટે આશાનું કિરણ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.