Western Times News

Gujarati News

વૃક્ષારોપણ કાર્યક્રમોમાં કોર્પોરેટરો-વોર્ડનાં આગેવાનો વચ્ચે વિખવાદ

પ્રતિકાત્મક

કાર્યક્રમની જાણ ન કરાતી હોવાની અનેક વોર્ડનાં સંગઠનનાં અગ્રણીઓ તથા કાર્યકરોની ફરીયાદ

(એજન્સી)અમદાવાદ, શહેરમાં થ્રી મીલીયન ટ્રીઝ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અને તેના માટે દરેક વોર્ડમાં કોર્પોરેટરો તેમજ સ્થાનીક ધારાસભ્યોને વૃક્ષારોપણના કાર્યક્રમમાં નિમંત્રણ આપવામાં આવે છે અને તેમનાં હસ્તે વૃક્ષારોપણ કરાવાય છે. પરંતુ કેટલાક દિવસથી ચાલી રહેલાં વૃક્ષારોપણ કાર્યક્રમ અંગે ભાજપના ં વોર્ડ સંગઠનનાં અણગમતા અગ્રણીઓ અને કાર્યકરોને જાણ નહી કરવામાં આવતી હોવાની ફરીયાદો શરૂ થવા પામી છે.

ભાજપનાં કોર્પોરેટરો જીત્યા છે. તેવા વોર્ડમાં છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેટોર અને સંગઠન અગ્રણીઓ તેમજ કાર્યકરો વચ્ચે સંકલન જળવાતું નથી તે હકીકત છે. તેના માટે વ્હાલાદવલા અને મારાતારાની નીતી તેમજ કોઈ આગળ વધે નહી તેવી રણનીતી કામ કરે છે. જજોકે બધા વોર્ડમાં આવું નથી તેવી સ્પષ્ટતા કરતાં સુત્રોએ કહયું કે, ઘણાબધા વોર્ડમાં વિવાદ-વિખવાદ ચાલે છે, પરંતુ તે સપાટી ઉપર આવતો નથી.

પશ્ચિમ અમદાવાદમાં કોર્પોરેટરો અને કાર્યકરો વચ્ચે વિવાદે-વિખવાદ હોય પણ તે જાહેરમાં આવતો નથી. પરંતુ પુર્વ પટ્ટામાં તો અનેક વોર્ડમાં કોર્પોરેટરો, આગેવાનો અને કાર્યકરો સોશીયલ મીડીયા પર એકબીજા પર પ્રહારો કરવાની તક ચુકતા નથી અને તેના કારણે ભાજપની બદનામી થઈ રહી છે.

સુત્રોએ સ્વીકાર્યું હતું કે, મ્યુનિ.નાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ચાર કોર્પોરેટરો ધારાસભ્ય અને વોર્ડ સંગઠનનાં તમામ આગેવાનો તેમજ કાર્યકરોએ ઉપસ્થિત રહેવાનું હોય છે. પરંતુ કોર્પોરેટરો તરફથી તેમનાં માનીતાઓને જાણ કરવામાં આવે છે. તેવો આક્ષેપ નરોડા વોર્ડ ભાજપમાં થયો છે.

બીજેપી નરોડા નામનાં ગ્રુપમાં તો રાજેન્દ્રભાઈ તથા વૈશાલીબેન નરોડામાં સંગઠન છે. તેમ કેમ જાણ કરતાં નથી સંગઠનની અવગણના કેમ કરાય છે. તેવા સવાલો પણ પુછાયા હતા.

જયારે અન્ય એક ગૃપમાં આવા આક્ષેપનો જવાબ સ્થાનીક મહીલા કોર્પોેટરો અને મહીલા બાળવિકાસ કમીટીનાં ચેરમેન અલકાબેન મિસ્ત્રીએ આપ્યો છે. કે અમને રાજકીય નુકશાન પહોચાડાય છે. માટે ટાર્ગટ કરવામાં આવ્યા છે. તમે બધા ભેગા થઈ મને રાજુભાઈને ટાર્ગેટ કરો છો. જોકે શહેર ભાજપનાં સુત્રોએ આ જવાબ અંગે અલકાબેનનાં નામે કોઈ નિષ્ણાત પાસે જવાબ લખવામાં આવ્યો હોવાનું સ્વીકાર્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.