Western Times News

Gujarati News

RBI કહેતા હૈઃ બેંક કોઈ એકાઉન્ટને ફ્રોડ જાહેર કરતાં પહેલાં લોનધારકની વાત સાંભળે

સુપ્રીમ કોર્ટની ભલામણને આધારે ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટના નિયમોમાં ફેરફાર

(એજન્સી)મુંબઈ, રીઝર્વ બેક સુપ્રીમ કોર્ટના આદેશમાં કરાયેલી ભલામણને આધારે ફ્રોડ રીસ્ક મેનેજમેન્ટના નિયમોમાં ફેરફાર કર્યો છે. મધ્યસ્થ બેકે એકાઉન્ટને ફ્રોડ તરીકે વર્ગીકૃત કરતા પહેલાં બેકોને લોનધારકોની વાત સાંભળવાની સુચના આપી છે. RBI says: Banks should listen to borrowers before declaring an account fraudulent

રીઝર્વ બેકે જણાવ્યું હતું કે “ફોડ રીસ્ક મેનેજમેન્ટ અંગેની ત્રણ માસ્ટર ડીરેકશનમાં ફેરફાર કરાયો છે. તે સિદ્ધાંતને આધારીત છે. અને એકંદર ગવર્નન્સમાં બોર્ડની ભુમીકાને મજબુત બનાવે છે. સુપ્રીમ કોર્ટના ર૭ માર્ચે ર૦ર૩ના ચુકાદાને આધારે માસ્ટર ડિરેકશનમાં હવે કોઈ વ્યકિત કે એન્ટીટીને ફ્રોડ તરીકે વર્ગીકૃત કરતા પહેલાં નિશ્ચિત સમયમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવાનું રહેશે.”

અગાઉ એસબીઆઈ વિ.રાજેશ અગ્રવાલના કેસમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે એકાઉન્ટને ફ્રોડ જાહેર કરતા પહેલાં લોનધારકોને પક્ષ સાંભળવાની તરફેણ કરી હતી. કોર્ટ એ વખતે ચુકાદામાં જણાવ્યું હતું કે, કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર લોનધારકોને નોટીસ આપવી જરૂરી છે. તેમને ફોરેન્સીક ઓડીટ રીપોર્ટના પરીણામ અંગે પોતાનો પક્ષ રજુ કરવાની તક પણ અપાવવી જોઈએ.

ફ્રોડ અંગેની માસ્ટર ડીરેકશન્સ હેઠળ કોઈ એકાઉન્ટને ફ્રોડ જાહેર કરતાં પહેલાં બેકોએ લોનધારકોને પક્ષ સાંભળવો જોઈોએ.“ રીઝવ બેકે જણાવ્યું હતું કે ફ્રોડને પ્રારંભીક તબકકે પકડવા માટે અલી વોનીગ સીગ્નલ ઈડબલ્યુએચ અને રેડ ફલેગીગ ઓફ એકાઉન્ટસ આરએફએના માળખાને પણ વધુ મજબુત બનાવાયું છે.

જેથી તપાસ એજન્સીઓ અને સુપરવાઈઝર્સ અને શકય એટલી વહેલી ફ્રોડની માહિતી આપી શકાય. રીઝર્વ બેકે ડેટા એનાલીટીકસ અને માર્કેટ ઈન્ટેલીજન્સી એકમોને સમીક્ષાના ભાગરૂપે રીસ્ક મેનેજમેન્ટ સીસ્ટમને ચુસ્ત બનાવવા નિદેશ કર્યો છે. રીર્ઝવ બેકે કહયું હતું કે, નવા નિર્દેશ બેકોના આંતરીક ઓડીટ અને નિયંત્રણ માળખાને મજબુત બનાવવા પર ભાર મુકે છે. રીઝર્વ બેકની નવી માર્ગરેખા સાથે ફ્રોડના રીસ્ક મેનેજમેન્ટ અંગે જારી કરાયેલા વર્તમાન ૩૬ સકર્યુલસ પાછા ખેચાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.