Western Times News

Gujarati News

બોટાદમાં વ્યાજખોરોએ યુવાન પાસે રૂ.૧ લાખનાં રૂ.ર.૪૦ લાખ પડાવ્યા

પ્રતિકાત્મક

ચુકવ્યા છતાં વધુ રૂ.૧.૬૦ લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી

બોટાદ, બોટાદમાં વ્યાજખોરોના આંતકની બે ઘટના સામે આવી હતી. જેમાં એક યુવાને વ્યાજ સહીતની રકમ પરત કરી હોવા છતાં પઠાણી ઉઘરાણી કરી ધમકી અપાઈ હતી. જયારે અન્ય ઘટનામાં યુવાન પર ઉઘરાણી બાબતે હુમલો થયો હતો.

બોટાદના ચામુંડાનગર ગંધારી વાડીમાં રહેતા સંજયભાઈ મગનભાઈ પરમાર ઉ.૩ર એ ત્રણેક વર્ષ પહેલા ભરવાડવાસમાં રહેતા મુન્ના ભરવાડ નામના શખ્સ પાસેથી ૧૦ ટકા વ્યાજે એક લાખ રૂપિયા લીધા હતા. જે રકમ અને વ્યાજ મળી બે વર્ષમાં રૂ.ર,૪૦,૦૦૦ ચુકવી દીધા હતા. ગત૬ જુલાઈના બપોરના અરસામાં સંજયભાઈ પરમાર બોટાદ સ્થિત મસ્તરામ મંદીર પાસે ચાની લારીએ ચા પી રહયાં હતા

ત્યારે આરોપી મુન્ના ભરવાડ અને ભરત રહે. બંને ભરવાડ વાસ બોટાદ આવ્યા હતા. મુન્ના ભરવાડડે કહેલું કે તું મારા બાકીના રૂ.૧,૬૦,૦૦૦આપપ જેથી સંજયભાઈએ કહેલ કે, મારી પાસે હાલમાં સગવડ નથી મારી પાસે થશે એટલે હું તને આપી દઈશ. ત્યારબાદ બંને ઉશ્કેરાઈ ગયા અને માર માર્યો હતો. ત્યારબાદ મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે પોલીસ ફરીયાદ થઈ હતી.

અન્ય બનાવામાં બોટાદમાં રાધે કૃષ્ણ-૪ આનંદધામ પાછળ ગઢડા રોડ ખાતે રહેતા જીજ્ઞેશ બાબુભાઈ મકવાણા ઉ.વર૧ એ આજથી પાંચેક મહીના પહેલા તેના મીત્ર રવીભાઈ શેખલીયા રહે. બોટાદ ઢાકણિયા રોડ પૈસાની જરૂર હોવાથી બાથુ ભરવાડ રહે. આનંદધામ રોડ ચકલા પાસે પાણીની ટાંકી પાસે સાથે રવીની મુલાકાત કરાવેલી અને મીત્ર રવીએ રૂ.પ૦૦ વ્યાજે લીધેલા.

જે પૈસા સમયસર પરત કરેલા ન હોવાથી બાથુ ભરવાડે જીજ્ઞેશભાઈને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હહતી. ત્યારબાદ રાત્રે ગઢડા રોડ પર ગોપીનાથ દુકાનની સામે જીજ્ઞેશ એકલો બેઠો હતો. ત્યારે આરોપી બાઘુ ભરવાડ તેનો મીત્ર નયન લકુમ અને જયદીપ દલસુખભાઈ આવેલા બાઘુ ભરવાડે છરી મારી હતી અન્ય આરોપીઓએ પણ માર માર્યો હતો. આ બાબતે ફરીયાદ થતા પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.