Western Times News

Gujarati News

ગોધરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોર્રમ પર્વની શાંતિમય વાતાવરણમાં ઉજવણી

(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં મુસ્લિમ બિરાદારો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.સાથે મુસ્લિમ બિરાદારોએ બનાવેલા સુંદર અને કલાત્મક તાજીયાનું જુલુસ પોલીસ બંદોબસ્ત વચ્ચે મોડી સાંજે કાઢવામાં આવ્યું હતું.ગોધરા શહેરમાં મોડી સાંજે નીકળનારા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.

જેમાં યા હુસેનના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્‌યું હતું.સવારથી જ મોહરમ પર્વને લઈને ગોધરા શહેરમાં અનોખો ઉત્સવ જોવા મળી રહ્યો છે.ત્યારબાદ સાંજે ગોધરા શહેરના રામસાગર તળાવમાં તાજીયાને ઠંડા કરવામાં આવ્યા હતા. મોહરમ પર્વને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોધરા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગોધરા શહેરમાં આવેલા બાદશાહ બાવાની ટેકરીમાં ‘ નવ જવાન હુસેની કમિટી’ અને એકતા હુસેની કમિટી છકડાવાડા દ્વારા તાજીયાને કલાત્મક રીતે અને સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. મોડીસાંજે તાજીયાનું જુલસ કાઢવામાં આવ્યું હતું.

જેને લઇને ગોધરા શહેરમાં મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગોધરા શહેરમાં બાદશાહ બાવાની ટેકરી ઉપર ‘નો જવાન હુસેની કમિટી’ દ્વારા મોહરમ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગોધરામાં મુસ્લિમ બિરાદારો દ્વારા કલાત્મક તાજીયાને શણગારવામાં આવ્યા હતા.ગોધરા નગરમાં છકડાવાસ,ખાડી ફળિયા, સૈયદવાડ વગેરે વિસ્તારોમાં મોહરમને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મોહરમ પર્વને લઈને લાયન્સ ક્લબ ગોધરાના પ્રમુખ તાહીરભાઈ ભટુક, કેતન વર્મા,ભાવેશ બુધવાણી, આઈ.એન.પરમાર,જગદીશ સક્સેના, શરીફ ખાન પઠાણ, યુસુફ છકડા, સરફરાજ શેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.