Western Times News

Gujarati News

સંતરામપુરનો પ્રાચીન વખતનો ઐતિહાસિક ટાવર જર્જરીત હાલતમાં

સંતરામપુર નગરમાં આવેલ સ્ટેટ સમયનો ઐતિહાસિક ટાવર નગરની શાન છે. આ ટાવરની સાચવણી ને નિભાવણી સંતરામપુર નગરપાલિકા હસ્તકની હોવા છતાં આ ઐતિહાસિક ટાવર પ્રત્યે નગરપાલિકા સંતરામપુર દ્વારા કોઈજ દયાન નહીં અપાતાં આ ટાવર પર પીપળાના ને અન્ય ઝાડ ઉગેલા જોવા મળે છે ને તેનાથી ટાવર નાં ભાગમાં ની દીવાલને નુકશાન થતું જોવા મળે છે.

જે આ ટાવર માં ઉગેલા ઝાડી ઝાંખરા ને પીપળાના વૃક્ષને દુર કરવા માટે ની કોઈ દરકાર નગરપાલિકા સંતરામપુર દ્વારા નહીં કરાતાં આ છોડો ટાવરની દીવાલ માં ફેલાઈ રહેલ હોઈ આ ઐતિહાસિક ટાવર ને તેથી નુકસાન થ ઈ રહેલ છે. આ ટાવરના ખૂણાની દિવાલ માં પીપળો ઊંગી ગયેલ હોય તેનાં મુળીયા ટાવર ની દીવાલ ની અંદર જતાં તેથી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે .

સંતરામપુરનું નાક ગણાતું આ ઐતિહાસિક ટાવર જે વર્ષો પહેલા કલેકટરે દત્તક લીધેલો હતો. ને તેનુ જરુરીરીનોવેશન કરાવેલ હતું પરંતુ ત્યારબાદ આ ઐતિહાસિક ટાવર ની સાફસફાઈ કરી કલરકામ કે મેઈટેનશને ટાવર પર ઉગેલા ઝાડી ઝાંખરા વૃક્ષ દુર કરવા ની કોઈ કામગીરી નગરપાલિકા સંતરામપુર દ્વારા નહીં કરાતાં આ ટાવરની દુર્દશા થયેલ જોવા મળે છે.

નગરપાલીકા દ્વારા રાષ્ટ્રીય તહેવારો પર આ ટાવર પર રોશની કરવામાં આવેછે પરંતુ તેની મરામત કરતી નથી તે એક સત્ય હકીકત છે.  આ ટાવરના  ખૂણામાં પીપળો ઉગવા ના કારણે તેનાં મૂળિયા ચારે બાજુ ફેલાઈ રહેલા છે આના કારણે ટાવરનું આયુષ્ય ઘટતું જોવાય છે એક સાઇટની ખૂણાની દીવાલની ઈંટો પણ જજૅરીત જોવાં મળે છે  સરકારી તંત્ર અને સંતરામપુર નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે પ્રાચીન વખતનો સ્ટેટ સમયનો આ ઐતિહાસિક ટાવર જૅજરીત હાલતમાં જોવા મળે છે. આ ટાવરની ઓળખને પાલિકાએ ઝાંખી કરી દીધી છે . આ ટાવર ઉપર લગાવેલી ઘડિયાળ પણ ભંગાર અવસ્થામાં અને બંધ હાલતમાં વરસોથી જોવા મળે છે.

સંતરામપુર નગરપાલિકા ને આ ઐતિહાસિક ઈમારત ની સાચવણી ને નિભાવણી માં જરાયે રસ જણાતો નથી.નગરપાલીકાને માત્રને માત્ર વિકાસ ની આવતી ગ્રાન્ટ નાં નાણાંમાં જ રસ જણાતો હોય છે ને તેમાંથી કટકી ને ટકાવારી માંજ ચુંટાયેલા સભ્યોને સોને રસ જણાતો હોય છે. નેં વિકાસ નાં કામો માં પણ મીલીભગતથી ભષટાચાર આચરીને હલકી ગુણવત્તાના કામગીરી કરાય છે.પરંતુ નગરની ઐતિહાસિક ઈમારત એવી ટાવરની જાળવણી માં રસ કેમ નથી???? તે એક ચચૉ નો વિષય નગરમાં બનેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.