‘તૈયાર રહો હંમેશા ….. કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલા’
કોઈપણ પ્રવૃતિ કરતાં પહેલાં માનવી બધી રીતે કટિબધ્ધ રહેતા, તેના કાર્યમાં સફળતાનાં એંધાણ દેખાતા હોય છે. જેવી અને જેટલી તેને તૈયારી કરી હશે તે પ્રમાણે તેનું પરિણામ આવી શકે છે. માનવી ડગલે ને પગલે કોઈ ને કોઈ કાર્ય કરતો જ રહેતો હોય છે જેથી તે કાર્ય કરતાં પહેલાં મનથી પોતાની તૈયારી કરાતા પોતાના નક્કિ કરેલો ધ્યેય સ્વસ્થતાથી, તણાવ વગર તથા વિઘ્ન વિના સરળતાથીપાર પાડી શકવાને શક્તિમાન બની રહે છે.
કોઈપણ સફળતામાં શારીરિક તૈયારી કરતા માનસિક તૈયારી મોટો ભાગ ભજવતો હોય છે. અલબત્ત જ્યારે કોઇ પણ વ્યક્તિ માનસિક તૈયારી સાથે કાર્ય કરતા સફળતા મેળવવાની તેની તાલાવેલી દેખાઈ આવે છે. તેયારી કરવામાં આચરણ કરાતા માનવીને તેના કાર્યમાં સંપૂર્ણતા મળી રહે છે.
કોઈ પણ પ્રસંગ ઉજવવામાં તૈયારી કરાતા તે પ્રસંગ દીપી ઉઠે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના મનોબળ સાથે નક્કિ કરેલો ધ્યેયને આંબવા પૂરેપૂરી તૈયારી કરાતા પોતાની આંતરિક ઈચ્છા પૂરી કરી શકશે.
કોઈ પણ મસમોટી યોજના પાર પાડવા તૈયારી કરાતા પોતાનું મનોબળ વધતા સફળતા મળે છે તથા ‘યોજના’ રૂપી તાળાની ‘તૈયારી’ રૂપી ચાવી બની રહે છે.
આળસુ માનવી તૈયારી કરવામાં માનતો નથી જેથી ખરા સમયે તે મુસીબત વહોરી લતો હોય છે. તૈયારી કર્યા વગરના માનવીઓ સારું પરિણામ લાવી શકતા નથી અને તેઓને કાંઇ જ પડી હોતી નથી. અલબત્ત મનથી તેઓ સમજતાં જ હોય છે કે ‘પડશે એમ દેવાશે’ અથવા ‘એ તો અમારા નસીબ’ અથવા ‘બહુ બહુ તો શું થઇ જવાનું છે’
એવા વિચારોમાં રાચતા તે લોકો જીવનમાં કાંઇ જ કરી શકતા નથી. કોઇ કોઇ વખત અમુક સંજોગોમાં તૈયારી કર્યા વગર પરિણામમાં સફળતા મળતી હોય છે ત્યારે ફક્ત નસીબની બલિહારી જ ગણાય છે.
કોઇ પણ પરિણામમાં સફળતા કે નિષ્ફળતાનો સમાવેશ હોય છે. પોત પોતાના ક્ષેત્રમાં તૈયારી રૂપી તલવારનો વાર કરતા નક્કિ કરેલા ધ્યેય રૂપી લડાઇમાં લોકો સફળતા રૂપી જીત મેળવી શકે છે.
પરીક્ષા આપતા પહેલા વિદ્યાર્થીઓ, રમત ગમતમાં રમતા રમતવીરો, હરીફાઇ કે સ્પર્ધામાં ભાગ લેતા હરીફો, નાટક કે ચિત્રપટમાં કલા દાખવનાર અભિનેતા તથા સરકસમાં જોખમભર્યાં વિવિધ ખેલો કરનાર કલાકારો અને જાદુના ખેલ બતાવનાર જાદુગરો, નવી શોધ કરતા વૈજ્ઞાનિકો, અદાલતમાં કેસ લડતા વકીલો, ભાષણ આપતા વક્તાઓ કે નેતાઓ અને ઇન્ટરવ્યુ આપતા અરજદારો અગાઉથી પૂરેપૂરી સારી એવી તૈયારી કરતા તેઓના ક્ષેત્રના સફળતાના દ્વાર આપોઆપ ખૂલી જવાની શક્યતા રહેલી હોય છે.
પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે થતી કવાયત તથા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સૈનિકો તથા કલાકારો સારી એવી તડામાર તત્પરતા બતાવતા હોય છે જેથી જનતા પ્રસન્ન થઇને તેઓને વધાવતા હોય છે. સંરક્ષણ ખાતામાં પણ ત્રણે દળ પાયદળ, નૌકાદળ તથા હવાઇ દળના સૈનિકો પહેલેથી પૂરેપૂરી તત્પરતા રાખીને જાગૃત રહેતા હોય છે જેથી પરદેશના દુશ્મનો દ્વારા લડાઇ ચાલું થતા તરત જ તેઓ તેમનો સામનો સહેલાઇથી કરી શકે છે..
‘તૈયાર રહો કોઇ પણ પ્રવૃતિ કરતા પહેલા,’ ‘કટીબધ્ધ બનો, કોઇ સમસ્યા હલ કરવા,’ ‘જાગૃત રહો, આવે જો કોઇ દુશ્મન વાર કરવા, સાવચેત રહો ડગલે ને પગલેઆગળ જતા.’ ‘થઇ જાશે કલ્યાણ, જો હશો તત્પર પહેલીથી, બની જાશે જીવન જીવંત, જો હશો કટીબધ્ધ.’..
‘દોસ્તો તૈયારી રાખતા બની જાશો તમે ન્યાલ, નહિતર થઇ જાશો કોઇ દિવસ પાયમાલ.’ આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય પરંતુ પહેલેથી જ તૈયારી રાખવી જોઈએ. મોટા શહેરોનાં બહુમજલી ઈમારતોમાં આગ હોલલવાના સાધન ‘હ્લૈિી ઈટૈંહખ્તેજરીિ’ મુકવામાં આવે છે જેથી આગ લાગતાં જ તે બુઝવવામાં તાત્કાલિક કામ લાગે છે. સાવચેતી રાખવા પહેલેથી જ તૈયારી રાખી હોય તો ભવિષ્યમાં કોઇ પણ તકલીફ થતાં સમસ્યા હલ કરવામાં સરળતા પડે છે.