Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશન મધ્યમવર્ગને પરવડે તેવા ૭ હજાર આવાસ બનાવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મધ્યમવર્ગને પરવડે તેવા મકાનો બનાવવામાં આવે છે. શહેરના વિવિધ બ્રીજ ફલાયઓવર પર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી લગભગ પૂર્ણ થઈ છે તેમજ કોઈ વ્યક્તિને વૃક્ષ લગાવવાની ઈચ્છા હોય તો તેના માટે કોર્પોરેશન દ્વારા અલગ પ્લોટ ફાળવવામાં આવશે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ કોર્પોરેશન દ્વારા વિસ્થાપિતો માટે અલગ અલગ જગ્યાએ મકાનો બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે પણ આવાસ યોજના તૈયાર કરવામાં આવી છે પરંતુ મધ્યમ વર્ગ માટે હજી સુધી કોઈ યોજના બની નથી જેથી ટુંક સમયમાં જ કોર્પોરેશન દ્વારા એલઆઈજી અને એમઆઈજી એમ બે અલગ અલગ પ્રકારની આવાસ યોજના તૈયાર કરવામાં આવશે

જેનું ક્ષેત્રફળ અંદાજે ૬૧ ચો.મી. રહેશે. આ આવાસ યોજનાઓમાં લાભાર્થીએ ૧૦૦ટકા પેમેન્ટ ચુકવવાનું રહેશે. શહેરના વિવિધ ઝોનમાં મળી ૭ હજાર આવાસો બનાવવાનું આયોજન છે. જે પૈકી હાલ ૪૧૧ કરોડના ખર્ચથી ર૧૪૦ એલઆઈસી આવાસોની કામગીરી ચાલી રહી છે.

મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના ૮૧ બ્રીજ પૈકી ૭૦ પર કામગીરી પૂર્ણ ગઈ છે જે પૈકી ૪૦ કેમેરા હાલ કંટ્રોલ રૂમ પર જોવા મળી રહયા છે. સ્માર્ટ સીટી દ્વારા ૧૧ર જંકશન પર લગાવવામાં આવેલા કેમેરા પૈકી હાલ ૯૬ જંકશન પર કેમેરા કાર્યરત છે આગામી સમયમાં પોલીસ વિભાગ સાથે સંકલન કરી વધુ નવા ટ્રાફિક જંકશનને સ્માર્ટ સીટી અંતર્ગત આવરી લેવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હદમાં ભેળવાયેલા નવા વિસ્તારો માટે ૧પ કરોડના ખર્ચથી સીસીટીવી નાંખવામાં આવશે. અ.મ્યુ. કો. દ્વારા ચાલુ વર્ષે મેમોરીયલ પાર્ક બનાવવાનું એક નવતર આયોજન કરવામાં આવેલ છે જેમાં શેરીજન અ.મ્યુ.કો.દ્વારા નકકી કરેલ પ્લોટમાં પોતાની પસંદગીનું વૃક્ષ લગાવી શકશે

તેમજ વૃક્ષ પાસે પોતાના/સ્વજનની યાદગીરી માટે તેઓના નામની તકતી મુકી શકશે. જે અંગે તેઓએ રૂ.૩૧૦/- અ.મ્યુ.કો.માં જમા કરાવવાના રહેશે. જે તકતીની અ.મ્યુ.કો. દ્વારા એક વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે. જેના માટે પશ્ચિમ ઝોનમાં ૮૪૪૧ તથા પૂર્વ ઝોનમાં ૩રપ૩ ચો.મી.ના પ્લોટ ફાળવ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.