Western Times News

Gujarati News

સાબરકાંઠાની ર૬૧ ગ્રામ પંચાયતમાં ‘અટલ ભૂ જલ’ યોજનાની તાલીમ યોજાઈ

વડાલી, સાબરકાંઠા જિલ્લામાં નાયબ ખેતી નિયામક (તાલીમ), ખેડૂત તાલીમ કેન્દ્ર- ખેડબ્રહ્મા અને જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, હિંમતનગરની કચેરી દ્વારા ‘અટલ ભૂ જલ’ યોજના અંતર્ગત સમાવિષ્ટ ચાર તાલુકા વડાલી, ઈડર,

પ્રાંતિજ અને તલોદની કુલ ર૬૧ પંચાયતોમાં ખેડૂતોને ભૂગર્ભ જળ મોનિટરિંગના સાધનો અને તેની મરામત/ જાળવણી વિષે, વરસાદી પાણીનો સંગ્રહ, કુવા રિચાર્જીગ, ખેત તલાવડી અને ચેકડેમનુ મહત્વ, રોજિંદા જીવનમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, ખેતી પાકોમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, ખેતીમાં સૂક્ષ્મ પિયત પધ્ધતિના ફાયદા, પાણી સંગ્રહ અને આરોગ્ય માટે પ્રાકૃતિક કૃષિનુ મહત્વ વિગેરે જેવા વિષયોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જુલાઈ-ર૦ર૪થી આગામી ફેબ્રુઆરી-ર૦ર૪ દરમિયાન આ ર૬૧ ગ્રામ પંચાયતમા દરેકમાં ૬ તાલીમો આપવામાં આવશે. કુલ ૧પ૬૬ તાલીમો દ્વારા ખેડૂતોમા ભૂ જળ સંગ્રહ અને પાણીના કાર્યક્ષમ ઉપયોગ અંગે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

આ કામગીરી માટે ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીઓ, ગ્રામસેવકો અને આત્મા વિભાગના બીટીએમ અને એટીએમને પંચાયતોની ફાળવણી કરવામાં આવેલ છે.

આ તમામ કર્મચારીઓને આ યોજના વિષે અને તાલીમના વિષય વસ્તુ વિષે નિષ્ણાતો દ્વારા તાલીમ પણ આપવામાં આવેલ છે. આ અંતર્ગત ગોતા ગામે પ્રથમ તાલીમનુ આયોજન કરવામાં આવ્યુ જેમાં આત્માના એટીએમ કિરણભાઈ અને જમીન ચકાસણી પ્રયોગશાળાના અલ્પેશભાઈએ તાલીમ આપી તેમજ નાયબ ખેતી નિયામક (તાલીમ) વિ.કે. પટેલે ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.