Western Times News

Gujarati News

અમદાવાદીઓને પેટ પકડીને હસાવતું નાટક એટલે વિદેશી વહુ તને શું કહું

અમદાવાદ, અમદાવાદીઓને ખરેખર ઘેલું લગાવે તેવું નાટક એટલે “વિદેશી વહુ, તને શું કહું” નો અત્યંત ટૂંકા ગાળામાં જ ૬રમો રેકોર્ડ બ્રેશ શો શહેરના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં યોજાયો હતો હાસ્યની નોન સ્ટોપ ધમાચકડી જેવા આ નાટ્ય શોના એક એક કલાકારો ભારે દાદ માંગી લે તેવા કાબિલે દાદ અભિનયના અજવાળા પાથરનારા સાબિત થાય તેમ છે. સિંહણ જેવી કાઠીયાવાડી સાસુને પડકારતી અમેરિકન વહુ ભારે તોફાની હોવાની સાથે સાથે બિલકુલ સહજરીતે અર્થના જે પ્રકારે અનર્થ કરે છે તે પ્રેક્ષકોમાં ભારે હાસ્યની છોળો ઉડાડે છે.

જાણીતા નિર્માણકાર વિવેક શાહ પ્રસ્તુત તેમજ ચિન્મય પંડ્યા (અધિકારી) અને બકુલ પરમાર ધ્વારા સહપ્રસ્તુત ઋષિકેશ ઠકકર અને સંદીપ વ્યાસ ધ્વારા લિખિત અને નીશીથ કુમાર બ્રહ્મભટ્ટ ધ્વારા દિગ્દર્શિત આ નાટક વિદેશી વહુ તને શું કહું ત્રણ કલાક સુધી સતત પ્રેક્ષકોને જકડી રાખે છે.

ઉત્કૃષ્ટ કલાકારોમાં પોતાના પાત્રોને સુપેરે રજૂ કરે કરનાર ચાર્મી કેલૈયા, પ્રશાંત સુખડીયા, કરિશ્મા પાટડીયા, સત્યમ જોશી, કેતન ચૌધરી અને પૃથ્વી પાટીલે પોતાની જન રેડીને અભિનયના ઓજસ પાથર્યા છે.

માનવી માનવી વચ્ચેની લાગણી અને સાસુ ખતરામાં આવતા જ વહુ પોતાનાથી બનતું બધું જ કરી છુટીને કેવી રીતે આવનારા એધાણને ઓળખીને પોતાની સાસુ માટે ઢાળ બનીને ઉભી રહે છે અને પોતાના પરિવારના અÂસ્તત્વ ઉપર આવનારી આફતને સિફતપૂર્વક ટાળે છે તે જ દર્શાવે છે કે, પરિવાર છે તો બધું જ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.