Western Times News

Gujarati News

મ્યુનિ. મોબાઈલ RRR કલેક્શન વાહનો દ્વારા એકત્રિત કરવામાં આવેલ ચીજ-વસ્તુઓનાં વિતરણ કરવામાં આવ્યા

અ.મ્યુ.કો. દ્વારા ઉત્તરપશ્ચિમ ઝોન બોડકદેવ વોર્ડ ખાતે રાખવામાં આવ્યો પ્રથમ કાર્યક્રમ :

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળના દર વર્ષે યોજાતા સ્વચ્છ સર્વેક્ષણમાં શહેરોને કચરા મુક્ત બનાવવા માટે ARR (રીડયુઝ. રીયુઝ અને રીસાયકલ) નાં કન્સેપ્ટને આવરી લેવામાં આવ્યો છે,

જેનાં ભાગરૂપે અમદાવાદ શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવા માટે વિવિધ પ્રોજેકટો – કામગીરીઓ અને મારું શહેર, મારૂ ગૌરવ હેઠળ વિવિધ જનજાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવી રહેલ છે.

જે અંતર્ગત શહેરમાં રોજેરોજ ઉત્પન્ન થતાં કચરાને રીડયુઝ, રીયુઝ અને રીસાયકલની RRR થીમ ઉપર વ્યવસ્થાપન કરવાના ભાગરૂપે 07 ઝોનમાં ઝોનદીઠ 01 અનુસાર 07 RRR મોબાઈલ કલેક્શન વાહનોની કામગીરીનો શુભારંભ માન મુખ્યમંત્રીના  હસ્તે 5 મી જૂન 2024 નાં રોજ વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષે કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં India Recycle નામની સંસ્થાએ AMC સાથે સહભાગીદારીતા કરી છે.

મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર વિજયભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ મોબાઈલ RRR કલેક્શન વાહનોની આ કામગીરી હેઠળ 07 ઝોનમાં જુદી-જુદી સોસાયટીઓમાં ફરીને નાગરીકો પાસેથી તેઓનાં જૂના કપડાં, જૂતાં, રમકડાં, પુસ્તકો અને ઇલેક્ટ્રીક આઇટમો સહિત બિન ઉપયોગી કે વપરાશમાં ન હોય તેવી ચીજ-વસ્તુઓનાં કલેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે.

કલેક્શન ડ્રાઈવની આ કામગીરી હેઠળ નાગરીકો પાસેથી બહોળી માત્રામાં મળી રહેલ વિવિધ ચીજ-વસ્તુઓ જરૂરીયાતમંદ હોય તેવા લોકોને આપવા માટેની પ્રથમ ડ્રાઈવ તા.19.07.2024 ના રોજ ઉત્તર પશ્ચિમ ઝોનનાં બોડકદેવ વોર્ડમાં ‘વૃંદાવન આવાસ, અરવિન્દો સોસાયટી પાસે, અમદાવાદ હાટની બાજુમાં, વસ્ત્રાપુર’ ખાતે શુક્રવારે રાખવામાં આવ્યો હતો

શહેરને ઝીરો વેસ્ટ સિટી – કચરા મુક્ત શહેર બનાવવાનાં ભાગરૂપે સોલિડ વેસ્ટ મેનેજમેંટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ RRR કલેક્શનમાં એકત્રિત કરેલ ચીજ-વસ્તુઓનાં વિતરણ અંગેના આ પ્રયાસ થકી કયરાને ઘટાડવા અને પુન:ઉપયોગ કરવાની સાથે-સાથે જરૂરીયાતવાળા નાગરીકોને મદદ કરવાનો શુભ આશય પણ પાર પાડયો છે.મોબાઈલ RRR કલેક્શન વાહન આપની સોસાયટીની મુલાકાત લે

ત્યારે આપના માટે બિન-ઉપયોગી કે વપરાશમાં ન હોય તેવાં જૂના કપડાઓ, જૂતાં, પુસ્તકો અને ઇલેક્ટ્રીક આઇટમો સહિતની ચીજ-વસ્તુઓ આપવા માટે અપીલ કરવામાં આવે છે જેને પણ આગામી સમયમાં વિતરણ કરવામાં આવશે અને આ મુજબ કચરાના યોગ્ય વ્યવસ્થાપન થકી શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવાનાં પ્રયાસોમાં નાગરીકો પોતાની ભાગીદારી નોંધાવી શકશે.

વૃદાવન આવાસ ખાતે વિતરણ અંગેના રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીનાં દેવાંગ દાની, , હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીનાં  ચેરમેન જશુભાઈ ઠાકોર, અને ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.