Western Times News

Gujarati News

રાજ્યમાં દસ દિવસ શીતલહેરની આગાહી

અમદાવાદ: ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઈ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દસ દિવસ શીતલહેરની આગાહી કરી છે., જેના કારણે રાજયના પ્રજાજનોને હજુ દસ દિવસ વધુ ઠંડીનો ચમકારો સહન કરવો પડશે. આ દસ દિવસ દરમ્યાન ગુજરાતમાં ઠંડા પવનના સૂસવાટા અને જાર ચાલુ રહેશે એવી પણ હવામાન ખાતાએ આગાહી કરી છે. જેથી રાજયમાં હજુ દસ દિવસ સુધી ઠંડીનું જાર લગભગ યથાવત્‌ રહેશે. અમદાવાદમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલું જાવા મળ્યું હતું. ઠંડીના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં ગઇકાલ કરતા આજે ઠંડીનું પ્રમાણ આંશિક ઘટ્યું છે. જા કે, હજુ કોલ્ડવેવ યથાવત છે. બે દિવસથી સાબરમતી રિવરફ્‌ર્ન્ટ પર વહેલી સવારે ઘુમ્મસ જોવા મળી રહ્યું છે.


દરમ્યાન હજુ પણ ગુજરાતમાં આગામી ૧૦ દિવસ અતિ ભારે ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે આ આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે કચ્છના વડા મથક ભુજમાં નલિયા કરતા પણ વધારે ઠંડી હતી. આજે ભુજનું લઘુતમ તાપમાન ૭ ડિગ્રી અને નલિયામાં ૮ ડિગ્રી તાપમાન હતું. અમદાવાદમાં ૧૩ ડિગ્રી અને ગાંધીનગરમાં ૧૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. વર્ષની શરૂઆતમાં જ રાજ્યભરમાં શીત લહેર ફરી વળી છે.

રાજ્યના સાત શહેરો એવા છે, જ્યાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે ગગડી ચૂક્યો છે. આ શહેરોમાં ભુજ, નલિયા, અમરેલી, રાજકોટ, કેશોદ, કંડલા અને કંડલા બંદરનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતમાં થયેલા હિમ પ્રપાતના કારણે રાજ્યમાં ઠંડી હજુ આકરી બનશે તેવી હવામાન વિભાગની આગાહી છે. કચ્છના વડા મથક ભુજમાં નલિયા કરતા પણ વધારે ઠંડી હતી. આજે ભુજનું લઘુતમ તાપમાન ૭ ડિગ્રી અને નલિયામાં ૮ ડિગ્રી તાપમાન હતું.

તો બીજી તરફ અમદાવાદમાં ૧૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૨ ડિગ્રી, રાજકોટમાં ૯ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૧ ડિગ્રી, ડીસામાં ૧૧ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં ૧૩ ડિગ્રી, વડોદરમાં ૧૩ ડિગ્રી, સુરતમાં ૧૪ ડિગ્રી અને વલસાડમાં ૧૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે ગુજરાતના જુદા જુદા ભાગો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તીવ્ર ઠંડીનો ચમકારો જાવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ લોકો તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે જેથી રાત્રિગાળામાં જનજીવન પર અસર થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.