Western Times News

Gujarati News

ચાંદીપુરા વાયરસ અંગે લોકજાગૃતિ માટે આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

પ્રતિકાત્મક

(માહિતી)દાહોદ, ચાંદીપુરા વાયરસના લક્ષણો અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે ગુજરાત રાજયના આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર માર્ગદર્શન આપવામાં આવે છે. જે અન્વયે દાહોદ જિલ્લાના જિલ્લા પંચાયત કચેરી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો ઉદય ટીલાવતની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

સેન્ડ ફ્‌લાય એક પ્રકારની રેતની માખી છે. માખીનો ઉપદ્રવ કેવા પ્રકારના વિસ્તાર કે ઘરોમાં થઈ શકે તે અંગેની જાણકારી સમીક્ષા બેઠક યોજાઇ હતી. મેડિકલ ઓફિસર તાલુકા હેલ્થ ઓફિસર સુપરવાઇઝરોને માખીનો ઉપદ્રવ કયા પ્રકારનો, કયા વિસ્તાર અને ઘરોમાં થઈ શકે છે તેની સમીક્ષા કરવામાં આવી હતી. રોગ અટકાયત માટે જિલ્લામાં સતત મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

આ બેઠકમાં તાલુકાના છેવાડાના વિસ્તારો સુધી વાયરસ સંબંધી સંપૂર્ણ માહિતી મળે તે અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો ઉદય ટીલાવતએ સૂચનો કર્યા હતા. સેન્ડફફ્‌લાય કઈ જગ્યાએ રહે, સેન્ડફલાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે.સેન્ડફ્‌લાયની ઉત્પત્તિ સેન્ડફલાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મુકે છે

તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ સેન્ડફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે. સેન્ડફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તિરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઈંડા મુકે છે. ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે.

જેમાં ચાંદીપુરા વાયરસ વિશે આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ માહિતી અપાઈ હતી. ૯ માસથી લઇને ૧૪ વર્ષ સુધીના બાળકોને ચાંદીપુરા વાયરસની વધુ અસર કરે છે અને આ વાયરસ સેન્ડ ફ્‌લાય વાહકથી ફેલાય છે. આ રોગમાં બાળકોને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલ્ટી થવી, ખેંચ આવવી, બેભાન થવું સહિતના લક્ષણો જોવા મળે છે.

આ વાયરસથી બચવા ૧૪ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવું, શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા ન દેવા અને શરીરે આખા કપડા પહેરવા, સામાન્ય તાવની અસર હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો અને યોગ્ય સારવાર લેવા સહિતની બાબતોથી માહિતગાર કર્યા હતા. વધુમાં તાલુકાકક્ષાએ સઘન સર્વેલન્સ, વેક્ટર કન્ટ્રોલ કામગીરી, ડસ્ટીંગ કામગીરી અને રિપોર્ટગ બાબતે વિગતવાર ચર્ચા અને સુચનો આપવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.