હાર્દિક પંડ્યાથી છુટાછેડા બાદ નતાશા કરી રહી છે મૂવ ઓન !
મુંબઈ, ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની મોડલ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે છૂટાછેડાના સમાચાર આપીને ચાહકોના ચોંકાવી દીધા છે.
આ પછી સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, છૂટાછેડાની જાહેરાત પછી, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિડિઓ અને એક ફોટો શેર કર્યાે છે.શેર કરેલા વીડિયોમાં તે મૂવઓન કરતી જોવા મળી રહી છે. તે માટે તે જીમમાં તો પુત્ર અગસ્ત્ય પાંડે સાથે ટાઈમ સ્પેન્ટ કરતી જોવા મળે છે.
આ દિવસોમાં નતાશા તેના હોમટાઉન સર્બિયામાં છે. જ્યાં તે સોશિયલ મીડિયા પર ઝલક બતાવતી જોવા મળે છે.નતાશાએ ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યાે છે, જેમાં તેનો પુત્ર અગસ્ત્ય પંડ્યા બોલ સાથે રમતા જોવા મળી રહ્યો છે. જ્યારે બીજા ફોટોમાં તે પોતાના હાથમાં તરબૂચ પકડેલી જોવા મળી રહી છે.
જોકે, ઈન્સ્ટાગ્રામની બંને સ્ટોરીમાં તેનો ચહેરો દેખાતો નથી.આ સિવાય અભિનેત્રીએ પોતાનો એક ફોટો પણ શેર કર્યાે છે, જેમાં તે જીમમાં મિરર સેલ્ફી લેતી જોવા મળી રહી છે.
હાર્દિક પંડ્યા અને નતાશાએ કોમેન્ટ સેક્શનને બંધ કરીને એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, ‘ચાર વર્ષ સુધી સાથે રહ્યા બાદ મેં અને હાર્દિકે અલગ થવાનો નિર્ણય કર્યાે છે. અમે સાથે રહેવાનો ખૂબ પ્રયાસ કર્યાે અને અમારું બધું આપ્યું, પરંતુ અમને લાગે છે કે અમારું અલગ થવું યોગ્ય નિર્ણય છે. આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો.
તેમજ તેમાં લખ્યું હતુ અમે સાથે સારો સમય પસાર કર્યાે છે. અમે એકબીજાને માન આપીએ છીએ અને એક પરિવાર તરીકે સાથે રહીએ છીએ. આપણા જીવનમાં અગસ્ત્ય છે જે આપણા જીવનનું કેન્દ્ર રહેશે. અમે તેની ખુશી માટે જે કંઈ કરી શકીએ તે કરીશું. અમે આ સમય દરમિયાન તમારો સાથ ઈચ્છીએ છીએ અને ઈચ્છીએ છીએ કે તમે આ મુશ્કેલ અને સંવેદનશીલ સમયમાં અમારી ગોપનીયતાનું સન્માન કરો.SS1MS