Western Times News

Gujarati News

નડીયાદમાં વૈશાલી નજીક જુગાર રમતા ૧૧ પકડાયા

પ્રતિકાત્મક તસવીર

(પ્રતિનિધિ)નડિયાદ, નડીયાદ પશ્ચિમ સર્વેલન્સ ટીમ એ વૈશાલી સિનેમા નજીક રમાતા જુગાર ધામ પર દડો પાડી જુગારીઓને પકડી પડ્‌યા છે. આ અંગે મળતી માહિતી મુજબ નડીયાદ પશ્ચિમ સર્વેલન્સ ટીમ ને બાતમી મળી હતી કે વૈશાલી સિનેમા પાસે કેટલાક ઇસમો પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમે છે તે બાતમી હકીકત આધારે રેઇડ કરતા જુગાર રમતા-૧૧ ઇસમો પકડાઈ ગયા હતા

જેમાં રાકેશભાઇ ઉર્ફે મોન્ટુ શશીકાન્તભાઇ પટેલ રહે. ૫ આસ્થાનગર સોસાયટી નાનકુંભનાથ રોડ નડીયાદ , વિશ્વેશ ઉર્ફે મોન્ટુ લાલજીભાઇ મોહનભાઇ સુથાર રહે.નડીયાદ ૩૬ અમરદિપ સોસાયટી જુનાડુમરાલ રોડ , નરેશ ઉર્ફે લલ્લો કનુભાઈ વાઘેલા રહે.નડીયાદ કબીરપુરા વી.કે.વી. રોડ સંતરામ આંખની હોસ્પીટલ પાસે , મોહનભાઇ સોમાજી મારવાડી રહે.નડીયાદ મારવાડી વગો વાઘેશ્વરી પાસે ,

ભાવેશ ઉર્ફે ભુરીયો અશોકભાઇ પરમાર રહે. ૧૬ વિજયભવાની સોસાયટી જુનાડુમરાલ રોડ નડીયાદ ચિરાગ ઉર્ફે સંજય ગણપતભાઈ યાદવ રહે,નડીયાદ માઇ મંદિર શ્ર્‌લોક હોસ્પીટલની સામે છાંપરામાં , હરીશ ઉર્ફે કિરણ જેઠાભાઈ રાજુભાઈ ઠાકોર રહે.નડીયાદ વાઘેશ્વરી મંદિર પહેલા ડી.બી.આર. એપાર્ટમેન્ટ, રાજુભાઇ બગદાજી મારવાડી રહે. નડીયાદ રાજીવનગર ટેલિફોન એક્સ્ચેન્જ સામે ,

વિષ્ણુભાઇ ઉર્ફે કારીયો ભગુભાઇ સોઢાપરમાર રહે. નડીયાદ વૈશાલી સિનેમા ડી.બી.આર.ની બાજુમાં, પ્રેમચંદ ઉર્ફે ચડ્ડો જેઠાભાઈ ઠાકોર રહે નડીયાદવૈશાલી સિનેમા ઝુપડપટ્ટી વિસ્તાર અને મુકેશભાઇ ભગુભાઈ હીમંતભાઇ પરમાર રહે.નડીયાદ વાઘેશ્વરી મંદિર પાસે વૈશાલી સિનેમા રોડ ને પકડી પાડ્‌યા હતા અને અંગઝડતીના રોકડ રૂપીયા ૨૭૩૫૦/- તથા દાવ પરથી મળેલ રોકડ રૂપીયા ૨૭૯૦/-મળી કુલ્લે રૂપીયા ૩૦,૧૪૦/-. જપ્ત કરી જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.