Western Times News

Gujarati News

પ્રાંતિજમાં સવારે બે કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

પ્રતિકાત્મક

છેલ્લા ૨૪ કલાકમાં ખેડાના નડિયાદ તાલુકામાં ચાર ઇંચ જ્યારે વસોદાહોદસંતરામપુર તાલુકામાં ત્રણ–ત્રણ ઇંચ વરસાદ વરસ્યો

રાજ્યનો ચાલુ મોસમમાં કુલ સરેરાશ વરસાદ ૫૫ ટકાથી વધુ: સૌથી વધુ કચ્છ ઝોનમાં ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો

   સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આજે તા. ૨૯ જુલાઈના રોજ સવારે ૮ થી ૧૦માં પાંચ ઇંચથી વધુ જયારે સવારે ૬ થી ૮માં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં ૪ ઇંચવસો તાલુકામાં ૩ ઇંચદાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં ૩ ઇંચજ્યારે મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ૩ ઇંચ વરસ્યો છે.       

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરગાંધીનગરના અહેવાલ મુજબ મહુધાઝાલોદમોરવા-હડફલુણાવાડાસિંગવડફતેહપુરા અને કડાણા મળીને કુલ સાત તાલુકાઓમાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે. પેટલાદઆણંદસોજીત્રામહેમદાવાદખેડાલીમખેડાવીરપુરદેવગઢ બારિયાકપડવંજ અને માતર મળીને કુલ ૧૦ તાલુકાઓમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૨૫ તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

આજે તા.૨૯ જુલાઇ૨૦૨૪ના રોજ સવારે ૬ થી ૧૦ કલાકની સ્થિતિએ તલોદહિંમતનગરમેઘરજ તાલુકામાં ત્રણ – ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માણસામહેસાણાખાનપુરજોટાણા મળીને કુલ ચાર તાલુકામાં બે –બે ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

  આ ઉપરાંત આજે તા.૨૯ જુલાઇ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૫ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૭૫ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ ૭૩ ટકાદક્ષિણ ગુજરાતમાં ૬૭ ટકાપૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૭ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૩૦ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.