Western Times News

Gujarati News

50 ટકાથી વધુ ભારતીયોને ઈલેકટ્રીક વાહનોથી સંતોષ નથી

પ્રતિકાત્મક

સરકારનું ર૦૩૪ સુધીમાં પેટ્રોલ-ડીઝલ વાહનોનું વેચાણ બંધ કરવાનું લક્ષ્ય છે.

(એજન્સી)નવીદિલ્હી, છેલ્લા કેટલાક વર્ષોથી ઈલેકટ્રીક વાહનોના વેચાણમાં સતત વધારો થઈ રહયો છે. ભારત સરકાર અને વિવિધ રાજયોની સરકાર ઈલેકટ્રીક વાહનોના વેચાણને સતત પ્રોત્સાહન આપી રહી છે.

કેન્દ્રના વાહન વ્યવહાર પ્રધાન નીતીન ગડકરી અગાઉ કહી ચુકયા છે. કે ર૦૩૪ સુધીમાં પેટ્રોલ-ડીઝલ વાહનોનું વેચાણ બંધ કરવું લક્ષ્ય છે. એવામાં એક સર્વેમાં ચોકાવનાર ખુલાસા થયા છે. સર્વે મુજબ ઈલેકટ્રીક વાહનો ખરીદનારા પ૦ ટકા લોકો ફરીથી પેટ્રોલ-ડીઝલ વાહનો તરફ વળવા ઈચ્છે છે.

પાર્કીગ-દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેના આધારે એક અહેવાલ બહાર પાડયો છે. સર્વેમાં ભારતમાં ઈલેકટ્રીક વાહન માલીકોના અનુભવો જાણીને તારણો જાહેર કરવામાં આવ્યા છે. સર્વેમાં દિલ્હી એનસીઆર, મુંબઈ અને બેગ્લોરમાં પ૦૦ ઈવી કાર માલીકોના પ્રતીભાવો લેવામાં આવ્યા છે. ફેડરેશનના ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસીએશન એફએડીએના ડેટા અનુસાર ભારતમાં લગભગ ૯૧,૦૦૦ ઈલેકટ્રીક પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું.

સર્વે રીપોર્ટ મુજબ ૮૮ ટકા ઈવી માલીકોએ ચાર્જીગની સુવિધા અંગે ચિંતાને વ્યકત કરી હતી. ચાર્જીગની સુવિધાના અભાવે ઘણા લોકો તેમની મુસાફરીને ૮૦ કિમી સુધી મર્યાદીત કરી દે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.