Western Times News

Gujarati News

ઊંઝાના વેપારી સાથે રૂ.૮.પ૪ લાખની છેતરપિંડી

પ્રતિકાત્મક

ઉંઝા, ગાંધીનગરમાં ગ્લોબલ એકસપોર્ટ નામે ઓફિસ ખોલનારા વેપારી અને તેના મળતીયા માણસોએ ઉંઝામાં એચડીપીપી બેગો બનાવવાની ફેકટરી ધરાવતા વેપારીનો વિશ્વાસ કેળવી ૯૪૦પ૦ બેગો મંગાવી જીએસટી સાથેની રૂ.૮,પ૪,પ૩૮ જેટલી રકમ ચુકવ્યા વગર ગાંધીનગર ખાતેની ઓફિસ બંધ કરી દઈ છેતરપીંડી આચરતા ઉંઝા પોલીસ મથકે ખોટા નામ ધારણ કરી ઠગાઈ આચરી હોવાનો ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મહેસાણાના રાધનપુર રોડ પર રાધે કુંદન સોસાયટીમાં રહેતા અને ઉંઝા તાલુકાના વિશોળ ગામના વતની વિનોદભાઈ રામદાસ પટેલ ઉંઝાની મામલતદાર કચેરી પાસે એસ.વી. પેકેજીંગ નામની ફેકટરી ધરાવે છે. જેઓ એચડીપીપી બેગો બનાવે છે અને ગુજરાત તેમજ રાજય બહાર વેપાર કરે છે.

જેઓ સાબરકાંઠા જિલ્લાના હડિયોલ ગામના અજય પ્રફુલચંદ્ર સુથારના પરિચયમાં આવ્યા હતા. જેમાં અજયે ગાંધીનગર સરગાસણ ખાતે સ્વાગત રેન્ટ ફોરેસ્ટ દુકાન નંબર ૧૦૪માં ગ્લોબલ એકસપોર્ટ નામની ઓફિસ ધરાવતા હોઈ એચડીપીપી બેગો લેવાની વાત કરી હતી અને એક લાખ બેગોનો ઓર્ડર આપ્યો હતો.

જે પેટે વિનોદભાઈના દીકરા જય ગાંધીનગર ખાતેની તેમની ઓફિસમાંથી એડવાન્સ ચેક લાવ્યા હતા. વેપારી સાથે વિશ્વાસ કેળવતા તેને એચડીપીપી બેગ બંડલ નંગ ૧૮ વજન ૬૭૦૪.ર૦ કિ. ગ્રામ કુલ નં. ૯૪૦પ૦ જેની જીએસટી સાથેની કુલ કિંમત રૂ.૮,પ૪,૩પ૮નો માલ લઈ ગયા હતા અને આ રકમ ચૂકવી નહોતી ગાંધીનગર ખાતે આવેલી ગ્લોબલ એકસપોર્ટ ઓફિસે જઈને તપાસ કરતાં તેઓ ઓફીસ ખાલી કરીને નાસી ગયા હતા.

તેમજ તેમણે આપેલો ચેક બેન્કના ખાતામાં નાખતા ચેક પણ રિટર્ન થયો હતો. જેથી વેપારીને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. જેથી વિનોદભાઈએ ઉંઝા પોલીસ સ્ટેશનમાં અજય પ્રફુલચંદ્ર સુથાર (મૂળ રહે. હડીયોલ, સુથારવાસ, જિ. સાબરકાંઠા) અને તેના મળતિયા માણસો સામે ઉંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.