Western Times News

Gujarati News

પ્રત્યેક યુનિવર્સિટી કોઈપણ એક રમત પસંદ કરે અને તેમાં યુવાનોને ‘ચેમ્પિયન’ બનાવવા પરિશ્રમ કરે : રાજ્યપાલ

કોલેજના દરેક યુવાનો કર્તવ્યનિષ્ઠાથી એક પેડ માં કે નામ‘ વાવે અને તેનું જતન-સંવર્ધન કરે

વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનો માય ભારત‘ પોર્ટલ સાથે જોડાય : પોતાના જ્ઞાનને અન્ય નાગરિકોના સુખનો આધાર બનાવે

યુનિવર્સિટીઓ અને કોલેજોના કેમ્પસમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના કામચલાઉ વેચાણ કેન્દ્ર ઊભા થાય : યુવાનો સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ થાય તે માટે રાજ્યપાલનો અનુરોધ

ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું માર્ગદર્શન

રાજ્યપાલ અને રાજ્યની યુનિવર્સિટીઓના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને કહ્યું હતું કેપ્રત્યેક યુનિવર્સિટી કોઈપણ એક રમત નક્કી કરે અને પસંદગીની એ રમતમાં પોતાની યુનિવર્સિટીના યુવાનોને ચેમ્પિયન‘ બનાવે.

વર્ષ – 2036 માં ભારત-ગુજરાત ઓલિમ્પિકના યજમાન બનવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે આપણા યુવાનોને રમતગમતમાં વિશેષરૂપે તૈયાર કરવા ખૂબ જરૂરી છે. આ માટે દરેક યુનિવર્સિટી એકબીજા સાથે ચર્ચા કરીને રમતની પસંદગી કરેપોતાની યુનિવર્સિટીના સ્પોર્ટ્સ વિભાગને વધુ સુદ્રઢ કરે અને રમતના મેદાનો તૈયાર કરે.

રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓને વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી માર્ગદર્શન આપતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કેયુવાનો ઊર્જા અને શક્તિનો અખૂટ સ્ત્રોત છે. તેમની ઊર્જાને યોગ્ય દિશા આપવાની આવશ્યકતા હોય છે. ગુજરાત વેપાર-ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રોમાં અગ્રેસર છે એમ રમત-ગમતમાં પણ ભારતનું નેતૃત્વ કરવા ગુજરાતના યુવાનો આગળ આવે. રમત-ગમતથી  શારીરિક વિકાસની સાથોસાથ યુવાનોનો બૌદ્ધિક વિકાસ પણ થાય છે.

એક પેડ માં કે નામ‘ વૃક્ષારોપણ-જતન-સંવર્ધનના આ મહાઅભિયાનમાં યુનિવર્સિટીઓના યુવાનો સક્રિયતાથી સહભાગી થાય એવો અનુરોધ કરતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કેદેશના 140 કરોડ લોકો એકએક વૃક્ષ વાવે તો કેટલું મોટું કામ થાય.

કુલપતિઓ એક દિવસ નિશ્ચિત કરે અને તમામ કોલેજોના છાત્રો પ્રમાણિકતાપૂર્વક આ મિશનમાં જોડાઈને વૃક્ષ વાવેપરિવારજનોમિત્રોને પણ વૃક્ષારોપણની પ્રેરણા આપે. વૃક્ષારોપણ પછી માત્ર બે વર્ષ આપણે વૃક્ષની કાળજી લેવાની છેત્યાર પછી એ વૃક્ષ આખી જિંદગી આપણી સંભાળ રાખશે. આપણી આવનારી પેઢીઓનું પણ કલ્યાણ કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના સર્વાંગી વિકાસ માટેભારતને આત્મનિર્ભર બનાવવા માટેવિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે. સાથોસાથ સમાજ ઉપયોગી સંવેદનશીલ બાબતો પણ સતત તેમની ચિંતાનો વિષય હોય છેએમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ એક પેડ માં કે નામ‘ અભિયાનમાં યુવાનો કર્તવ્યનિષ્ઠાથી જોડાઈને સમાજ અને દેશ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવે એ માટે કુલપતિઓને અનુરોધ કર્યો હતો.

ભારતના વિકાસમાં યુવાનો સહભાગી થાય. પોતાની બુદ્ધિ-ક્ષમતાને રાષ્ટ્રના નિર્માણમાં વાપરે અને પોતાના જ્ઞાનને ભારતના અન્ય નાગરિકોના સુખનો આધાર બનાવે એવી અપીલ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ યુવાનોને માય ભારત‘ પોર્ટલ સાથે જોડાઈ જવા કહ્યું હતું. કુલપતિઓ આ માટે યુવાનોને પ્રેરણા આપે એમ કહીને તેમણે કહ્યું હતું કેભારતના ગૌરવ અને પરંપરા સાથે જોડાયેલા રહીને યુવાનો દેશભક્તિ સાથે જવાબદાર નાગરિક બને અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપે.

ગુજરાતના મહાન સપૂત સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદ ભારતને એકતાના સૂત્રમાં બાંધવાનું મહાન કાર્ય કર્યું છે. ગુજરાતની યુનિવર્સિટીઓના યુવાનો ઉત્સાહપૂર્વક અન્ય રાજ્યોના યુવાનો સાથે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત કરે. એમ કહીને રાજ્યપાલશ્રીએ કુલપતિઓને આ દિશામાં યુવાનોને પ્રેરણા મળે તેવા કાર્યક્રમોના આયોજન કરવા અનુરોધ કર્યો હતો.

યુવાનો સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સજાગ થાય તે માટે તેમને પ્રાકૃતિક ખેતીનું પણ માર્ગદર્શન આપવાનો અનુરોધ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશક દવાઓથી મુક્ત પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતા અનાજશાકભાજી અને ફળફળાદી યુવાનોને મળી રહે તે માટે કોલેજ કેમ્પસમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના કામચલાઉ વેચાણ કેન્દ્રો ઉભા કરવા કુલપતિઓને અનુરોધ કર્યો હતો.

આથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પણ પ્રોત્સાહન મળશે. કૃષિ યુનિવર્સિટીઓ સાથે જોડાયેલા પ્રાકૃતિક ખેતી નિષ્ણાતો અન્ય કોલેજોમાં જઈને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન આપે તેવા આયોજન કરવા પણ તેમણે કહ્યું હતું.

વિડિયો કોન્ફરન્સના આરંભે રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમારે સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. અંતમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગુરવ દિનેશ રમેશે સૌનો આભાર માન્યો હતો. આ બેઠકમાં કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ સહિત તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.