Western Times News

Gujarati News

મેહરૌલીમાં ધાર્મિક સ્થળોની સુરક્ષાની માંગ પર સુપ્રીમ કોર્ટના નિર્દેશ

નવી દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મહેરૌલીમાં પુરાતત્વીય સંરક્ષિત ઉદ્યાનની અંદર સદીઓ જૂના ધાર્મિક સંરચનાઓને સુરક્ષિત રાખવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે સુનાવણી કરતી વખતે કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને પક્ષકાર બનાવ્યો અને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું.

આ પાર્કમાં ૧૩મી સદીમાં બનેલી ઈમારતો છે. ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર, આ સ્થાન પર ૧૩૧૭ની આશિક અલ્લાહ દરગાહ અને બાબા ફરીદની ચિલ્લાગાહ જેવી ઇમારતો છે.

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની ખંડપીઠે દિલ્હી હાઈકોર્ટના આદેશ સામેની અરજી પર સુનાવણી કરી, જેણે આ બાંધકામ માળખાઓની સુરક્ષા માટે નિર્દેશો આપવાનો ઈન્કાર કર્યાે હતો.

અગાઉ, સુપ્રીમ કોર્ટે અરજદારો અને સત્તાધિકારીઓને આદેશ આપ્યો હતો કે તેઓ પહેલા કોર્ટ દ્વારા રચાયેલી ધાર્મિક સમિતિ સમક્ષ પોતાનું પ્રતિનિધિત્વ કરે. ધાર્મિક સમિતિએ લીધેલા નિર્ણયને તેના અમલ પહેલા રેકોર્ડમાં રાખવાનો હતો.સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું કે એએસઆઈને જણાવવા દો કે કયા સ્મારકો જૂના છે અને કયા તાજેતરમાં બનાવવામાં આવ્યા છે.

અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ કોર્ટને જણાવ્યું કે નેશનલ મોન્યુમેન્ટ્‌સ ઓથોરિટી પણ સંબંધિત કેસમાં પક્ષકાર છે. આ પછી, બેન્ચે છજીં અને નેશનલ મોન્યુમેન્ટ્‌સ ઓથોરિટીને સ્થળની મુલાકાત લેવા અને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે.

રિપોર્ટને ધાર્મિક સમિતિ સાથે પણ શેર કરી શકાય છે.હાઈકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે મહેરૌલીમાં આવેલી દરગાહ અને ચિલ્લાગાહને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે કારણ કે જાન્યુઆરીમાં ડીડીએએ અખોંજી નામની ૬૦૦ વર્ષ જૂની મસ્જિદને તોડી પાડી હતી. આ સાથે મદરેસા બહારુલ ઉલૂમની આસપાસની ઘણી કબરોને પણ તોડી પાડવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.