વકીલોને ટેકનોલોજીનો ઉપયોગ કરી સક્ષમતા કેળવવા બાર કાઉન્સિલ આયોજીત કાર્યક્રમમાં અનુરોધ
ગુજરાત બાર કાઉન્સિલ આયોજીત કાર્યક્રમમાં ગુજરાત સરકારના એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદીએ ૨૧ મી સદીને ટેકનોલોજીનો યુગ ગણાવીને આવકારીને જુનીયર્સ વકીલોને તેનો ઉપયોગ કરી સક્ષમતા કેળવવા અનુરોધ કર્યાે !!
ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે નાગપુર હાઈકોર્ટ બાર એસોસીએશનના સમારોહને સંબોધતી વખતે કહ્યું હતું કે, “વકીલો અને ન્યાય ક્ષેત્ર સાથે જોડાયેલ તમામ લોકોએ રાજકીય વિચારોને બાજુ પર રાખવા જોઈએ અને ભારતીય બંધારણને સૌથી ઉપર રાખવું જોઈએ”!! દેશનું બંધારણ છે તો “ન્યાય” છે ! એ હકીકત તો બધાં જ વકીલો સ્વીકારે છે !
ગુજરાત બાર કાઉન્સિલ આયોજીત વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન લોન્ચીંગ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા ગુજરાત સરકારશ્રીના એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “આજના ટેકનોલોજી યુગને ૨૧મી સદીના પરીવર્તનનો સમય છે”!! તેમ જણાવીને તેમણે ઈલેકટ્રોનીક રેકોર્ડીંગ અને માહિતી સુલભતાને લઈને ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી ‘કાગળમુકત‘ બની છે !
https://westerntimesnews.in/news/328103/rishikesh-patel-gujarat-bar-council-website/
તેમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસશ્રીનું નોંધનીય પ્રદાન ગણાવ્યું હતું ! શ્રી કમલભાઈ ત્રિવેદીએ ગુજરાત બાર કાઉન્સિલ તરફથી હાઈટેક વેબસાઈટ અને મોબાઈલ લોન્ચીંગને નોંધનીય ઉપલબ્ધી ગણાવી હતી ! આજના આ યુગને દુનિયાના તમામ ભાગોને જોડતી એક જ ટેકનોલોજીની સરાહના કરી હતી ! એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી ન્યાયતંત્રની સ્વતંત્રતાને લોકશાહીનો આધાર સ્તંભ ગણાવ્યો હતો !
https://westerntimesnews.in/news/328114/release-of-book-highlighting-important-judgments-written-by-chief-justice-sunitaben-aggarwal/
સાથે સુપ્રિમ કોર્ટના વિવિધ સોલીસીટર જનરલોની મહત્વપૂર્ણ બુÂધ્ધ, ક્ષમતાનો ઉલ્લેખ કરતાં અનેક ઉદાહરણો રજૂ કર્યા હતાં ! આમ તેમનું પ્રવચન તમામ બાબતોને આવકારી લેતું અને જુનીયર્સ વકીલો માટે પથદર્શક પણ હતું ! બીજી તસ્વીરમાં આ મહત્વપૂર્ણ કાર્યક્રમનો આરંભ મંગલ દીપ પ્રગટાવી કર્યાે હતો !- જે તસ્વીરમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ,
યદામંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત સરકારશ્રીના એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી, ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલ, વાઈસ ચેરમેન શ્રી એમ. સી. કામદાર, એકઝીકયુટિવ કમિટીના ચેરમેન શ્રી એન. ડી. પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેલા ! ગુજરાત બાર કાઉન્સિલના ફાઈનાન્સ કમિટીના ચેરમેન શ્રી અનિલભાઈ કેલ્લા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
https://westerntimesnews.in/news/328121/on-the-occasion-of-launching-the-website-of-gujarat-bar-council-j-j-patels-exclamation/