Western Times News

Gujarati News

તેહરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરાઈ

જેરુસલેમ, ઈઝરાયેલે ૭ ઓક્ટોબરનો બદલો પૂરો કરીને હમાસ ચીફને મારી નાખ્યો છે. હમાસે ખુદ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની ઈરાનની રાજધાની તેહરાનમાં હત્યા કરવામાં આવી છે.

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્સએ એક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે હુમલો તેહરાનમાં હાનિયાના ઠેકાણાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો, જેમાં હમાસના વડા તેમજ એક અંગરક્ષક માર્યા ગયા હતા.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું હતું કે બુધવારે વહેલી સવારે આ હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલામાં માર્યા ગયાના એક દિવસ પહેલા મંગળવારે ઈસ્માઈલ હાનિયા ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.

આ દરમિયાન હાનિયાએ ઈરાનના સર્વાેચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેની સાથે પણ મુલાકાત કરી હતી.તાજેતરમાં (એપ્રિલ ૨૦૨૪), હાનિયાના ત્રણ પુત્રોને પણ ઇઝરાયલી સુરક્ષા દળોએ માર્યા હતા.

ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલામાં હાનિયાના ત્રણ પુત્રોને મારી નાખ્યા હતા. ઈઝરાયેલની સેના આઈડીએફએ જણાવ્યું હતું કે હાનિયાના ત્રણ પુત્રો આમિર, હાઝેમ અને મોહમ્મદ ગાઝામાં આતંકવાદી ગતિવિધિઓ કરવા જઈ રહ્યા હતા, આ દરમિયાન ત્રણેય હવાઈ હુમલામાં આવ્યા હતા.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ૭ ઓક્ટોબર ૨૦૨૩થી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારબાદ હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યાે, જેમાં ૧૨૦૦ લોકો માર્યા ગયા. હમાસે ૨૫૦ નાગરિકોને પણ બંધક બનાવ્યા હતા. દાવો કરવામાં આવે છે કે ૧૫૦ બંધકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે.

તે જ સમયે, હમાસનો દાવો છે કે ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં ૩૯ હજારથી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. ઈઝરાયેલનું કહેવું છે કે તેણે આ ઓપરેશનમાં હમાસ અને તેના સહયોગીઓના ૧૪ હજારથી વધુ લડવૈયાઓને માર્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.