Western Times News

Gujarati News

ડેડપૂલ અને વોલ્વરાઇનની પ્રથમ પ્રતિક્રિયા વાયરલ થઈ

મુંબઈ, ડાયરેક્ટર શાન લેવી દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ ‘ડેડપૂલ એન્ડ વોલ્વરિન’ના પ્રથમ રિવ્યુ સામે આવ્યા છે. અભિનેતા રેયાન રેનોલ્ડ્‌સ ફિલ્મમાં ડેડપૂલની ભૂમિકા ભજવે છે. તો અભિનેતા હ્યુ જેકમેન ફરી એકવાર તેના એક્સ-મેન હીરો વોલ્વરાઈનના રોલમાં જોવા મળે છે. માર્વેલ સિનેમેટિક યુનિવર્સની લેટેસ્ટ ફિલ્મ ‘ડેડપૂલ એન્ડ વોલ્વરાઇન’ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર ન્યૂયોર્કમાં થયું હતું અને હવે તેની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ‘ડેડપૂલ એન્ડ વોલ્વરાઇન’એ દર્શકોના મન ફાડી નાખ્યા છે. સોશિયલ મીડિયા પર આની ખૂબ ચર્ચા થઈ રહી છે. યુઝર્સે તેને માર્વેલની શ્રેષ્ઠ ફિલ્મ ગણાવી છે. હોલીવુડના સ્ટાર્સ તેમજ વિવેચકો અને મહેમાન પ્રેક્ષકોએ ડિરેક્ટર શોન લેવીની ફિલ્મ ‘ડેડપૂલ એન્ડ વોલ્વરાઇન’ના ન્યૂયોર્ક પ્રીમિયરમાં હાજરી આપી હતી.

અભિનેતા રેયાન રેનોલ્ડ્‌સ ફિલ્મમાં ડેડપૂલની ભૂમિકા ભજવે છે. તો અભિનેતા હ્યુ જેકમેન ફરી એકવાર તેના એક્સ-મેન હીરો વોલ્વરાઈનના રોલમાં જોવા મળે છે. ફિલ્મ જોયા પછી બધાએ સોશિયલ મીડિયા પર તેના વિશે વાત કરવાનું શરૂ કર્યું. ફિલ્મને લઈને અલગ-અલગ યુઝર્સે પોત-પોતાના મંતવ્યો શેર કર્યા છે. એક યુઝરે ટ્‌વીટ કર્યું, ‘ડેડપૂલ અને વોલ્વરાઇન પરફેક્ટ છે. કોઈ નોંધ નથી. આ અત્યાર સુધીની શ્રેષ્ઠ કોમિક બુક મૂવી છે.

એન્ડ ગેમ પછી માર્વેલ દ્વારા બનાવવામાં આવેલી આ શ્રેષ્ઠ ફિલ્મ છે. હું આશા રાખું છું કે ફિલ્મમાં કોઈ સરપ્રાઈઝ બગાડે નહીં. કોમિક બુકના ચાહકો માટે આ ખૂબ જ ખાસ છે. બીજાએ ટિ્‌વટ કર્યું, ‘ડેડપૂલ અને વોલ્વરાઇન નોસ્ટાલ્જીયાથી ભરપૂર છે, જેની તમે રાહ જોઈ રહ્યાછો. જો તમે પણ સુપરહીરોની ફિલ્મો જોઈને કંટાળી ગયા હોવ તો આ તમને હચમચાવી નાખશે. આ જોઈને તમે હસશો, રડશો અને ચીસો પણ પાડશો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.