Western Times News

Gujarati News

ગુજરાતની 300 સહકારી બેંકોના RTGS અને ઓનલાઈન ટ્રાન્‍જેક્‍શનો RBI એ બંધ કર્યા

બેંકના સોફ્‌ટવેર એપ્‍લિકેશનમાં રેન્‍સમવેર વાયરસ આઈડેન્‍ટીફાય RBIએ આ સોફ્‌ટવેરના તમામ ડિજિટલ પેમેન્‍ટ બંધ કરી દીધા છે.

ગુજરાતની ૩૦૦ સહકારી બેંકોના ક્‍લિયરિંગ સતત ત્રીજા દિવસે પણ બંધ : સોમવારે સવારથી જ ક્લિયરીંગમાં ટેકનીકલ કારણસર તકલીફ થતાં કરોડો રૂપિયાના ટ્રાન્‍ઝેક્‍શન અટકયા-સહકારી બેંકના સોફ્‌ટવેરમાં ટેકનિકલ ખામીને કારણે સતત ત્રીજા દિવસે ક્‍લિયરિંગ બંધ રહ્યા : RTGS કે ઓનલાઈન ટ્રાન્‍જેક્‍શન પણ બંધ થઈ ગયા 

અમદાવાદ, સહકારી બેંકો સહિત તમામ બેંકોમાં બુધવારે તા. 31-07-2024ના રોજ પણ ચેક ક્‍લિયરિંગની કામગીરી બંધ રહી છે. રાજ્‍યની ૩૦૦ સહકારી બેંકના કામકાજ ઠપ થયા છે.  સતત ત્રીજા દિવસે સહકારી બેંકોના ક્‍લિયરિંગ બંધ રહ્યા છે. રાજ્‍યની તમામ સહકારી બેન્‍કના સોફ્‌ટવેરમાં ટેકનિકલ ખામીને કારણે છેલ્લા ૩ દિવસથી ટ્રાન્‍ઝેક્‍શન ખોરવાયા છે. બેંકના સોફ્‌ટવેરમાં રેન્‍સમવેર નામનો વાયરસ આઈડેન્‍ટીફાય થતા આ સમસ્‍યા સર્જાઈ છે.

તેને ફિક્‍સ કરવાનો દાવો કરવામાં આવ્‍યો છે. એટલે હવે ગમે તે સમયે ક્‍લિયરિંગ શરૂ થઈ શકે છે. જો કે હાલ તો કરોડો રૂપિયાના ક્‍લિયરિંગ બંધ છે. ઉલ્લેખનીય છે કે ૩૫૪ જેટલી બેંક ખાનગી કંપનીનું સોફ્‌ટવેર વાપરે છે. સાથે સાથે અન્‍ય એક અલગ સોફ્‌ટવેર છે જે પેમેન્‍ટ એપ્‍લિકેશન સાથે જોડાયેલું છે તેમાં રેન્‍સમ વેર દેખાયું હતું. ડિજિટલ મોનિટરિંગના કારણે મોટા રેન્‍સમ વેર અટેકથી બચી શકાયું હાવાનો દાવો કરવામાં આવ્‍યો છે.

સહકારી બેંકોના સોફ્‌ટવેરમાં ટેકનિકલ ખામીને કારણે ૩ દિવસથી ટ્રાન્‍ઝેક્‍શન ખોરવાયા છે. સોફ્‌ટવેરમાં વાયરસ ડિટેક્‍ટ થતા આ સમસ્‍યા સર્જાઈ છે. સોફ્‌ટવેર એપ્‍લિકેશનમાં રેન્‍સમવેર વાયરસ આઈડેન્‍ટીફાય થયો છે.  RBIએ આ સોફ્‌ટવેરના તમામ ડિજિટલ પેમેન્‍ટ બંધ કરી દીધા છે. જેના કારણે ૩ દિવસથી સોફ્‌ટવેર પર ડિજિટલ પેમેન્‍ટ બંધ થઈ જતા અસંખ્‍ય લોકોના ટ્રાન્‍ઝેક્‍શન અટવાયા છે. આરટીજીએસ કે ઓનલાઈન ટ્રાન્‍જેક્‍શન પણ બંધ થઈ ગયા છે.

ગુજરાતની ઘણી બેંકો આ સોફ્‌ટવેરનો ઉપયોગ કરે છે. તેની સાથે અનેક નાની બેંકો પણ જોડાયેલી છે. અંદાજે ગુજરાતમાં ૨૦૦થી વધુ બેંકોના ટ્રાન્‍ઝેક્‍શન ઉપર અસર પહોંચી છે. ખાસ કરીને આ સોફ્‌ટવેર સૌથી વધુ સહકારી અને કો-ઓપરેટીવ બેંકો વધુ ઉપયોગ કરે છે.

આ અંગે રાજકોટ જિલ્લા બેંકના એડમિન મેનેજર સંજય ઉધાડે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ટેકનિકલ કારણોસર છેલ્લા ૩ દિવસથી આ પ્રકારની સમસ્‍યા સર્જાઈ રહી છે. બેંકમાં RTGS સહિતના વ્યવહારો અટકી ગયા હતા. આ સહકારી બેંકોનો ઉપયોગ મોટે ભાગે ખેડૂતો કરે છે. રાજકોટ જિલ્લા બેંકના અંદાજે 4 લાખ જેટલા ગ્રાહકોના ટ્રાન્ઝેક્શન પર આની અસર પડી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.