Western Times News

Gujarati News

100 કરોડથી વધુ કિંમતનું એક્સપોર્ટ કરાતું મેડિકલ ડ્રગ્સ પકડાયું: રાજકોટ અને અમદાવાદમાં સર્ચ

પ્રતિકાત્મક

મુન્દ્રા પોર્ટ પરથી આફ્રિકાના દેશોમાં દવાઓની આડમાં મોકલાતા ડ્રગ્સનો પર્દાફાશ ઃ કસ્ટમ વિભાગની કાર્યવાહી

કચ્છ,  કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી કેટલીય વખત અલગ અલગ પ્રકારના ડ્રગ્સના કન્સાઇન્મેન્ટ મળી ચૂક્યા છે. પરંતુ દવાના રૂપમાં મળેલુ આ પહેલુ કન્સાઇન્મેન્ટ હશે, કસ્ટમ વિભાગને માહિતી મળતા તે બે દિવસથી આની પાછળ હતું , કસ્ટમને મળેલી વિગત મળતી મુજબ આ કન્ટેઇનરને આફ્રિકામાં મોકલવામાં આવવાનું હતુ. તેથી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવતા માલૂમ પડ્યું હતું કે આ ડ્રગ્સ કાંડનો છેડો અમદાવાદ સુધી પહોંચેલો છે. તેથી હવે અમદાવાદમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

મુન્દ્રા પોર્ટ પરથી આફ્રિકાના દેશોમાં દવાઓની આડમાં મોકલાતા ડ્રગ્સનો પર્દાફાશ થતા તેનો રેલો અમદાવાદ પહોંચ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ કસ્ટમ દ્વારા અમદાવાદમાં સર્ચ કરતાં એક વેર હાઉસ માંથી ૫૦ હજાર વધુ ટ્રોમાડોલ ટેબ્લેટ્‌સ મળી હતી. અગાઉ ૨૯ જુલાઇના રોજ કસ્ટમ વિભાગે મુન્દ્રા પોર્ટ પરથી આફ્રિકન દેશોમાં એક્સપોર્ટ માટે જઇ રહેલા બે કન્ટેનરને અટકાવ્યા હતા

અને તેની તપાસ કરતા તેમાંથી ૧૧૦ કરોડની કિંમતના ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો. માહિતી પ્રમાણે રાજકોટના વેપારી દ્વારા ડ્રગ્સના આ બે કન્સાઇન્મેન્ટ મોકલાયા હતા. આફ્રિકાના દેશ સિએરા લિઓન અને નાઇજર માટે મોકલાતા હતા. કૃત્રિમ ઓપીયોઇડની આફ્રિકાના દેશોમાં ઊંચી માગ હોવાનું સામે આવ્યુ છે.

આતંકવાદીઓ લાંબો સમય સુધી જાગતા રહેવા માટે ટ્રેમડોલનો ઉપયોગ કરતા હોવાની માહિતી છે. આપણાં દેશમાં એપ્રિલ ૨૦૧૮થી માદક દ્રવ્યોની હેરાફેરી, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મૂકતા નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીઝ એક્ટ ૧૯૮૫ અંતર્ગત આ દવાની આયાત-નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયેલો છે.
બન્ને કન્ટેનરમાંથી ૨૫ મિલિગ્રામની એક ટેબ્લેટની કૂલ ૬૮ લાખની ટેબ્લેટ કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે.

રાજકોટની પેઢી દ્વારા ડાઇક્લોફેનેક ટેબ્લેટ અને જેબેડોલ ટેબ્લેટની આડમાં ટ્રામાડોલની ગોળીઓ આફ્રિકામાં નિકાસ કરવામાં આવતી હતી. કસ્ટમ વિભાગને તપાસ દરમિયાન કન્ટેનરમાંથી ટ્રામાકિંગ ૨૨૫ અને રોયલ ૨૨૫ બ્રાન્ડ નેમની ટ્રામાડોલની ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.