Western Times News

Gujarati News

સોનુ સૂદ-જેકલીનની ‘ફતેહ’ જાન્યુઆરીમાં રિલીઝ થશે

મુંબઈ, સોનુ સૂદ બે દાયકાથી ફિલ્મોમાં જોવા મળે છે. મોટા ભાગે સોનુને વિલન અથવા સાઈડ રોલ જ મળ્યાં છે. કોરોના સમયે સોનુ સૂદે અનેક લોકોની મદદ કર્યા બાદ તેની રીયલ લાઈફ ઈમેજ હીરો જેવી થઈ હતી. ત્યારબાદ સોનુને રીલ લાઈફમાં હીરોનો રોલ ઓફર થઈ રહ્યા છે.

સોનુ સૂદની હીરો તરીકેની પહેલી હિન્દી ફિલ્મ ‘ફતેહ’ છે. તેમાં સોનુ સાથે લીડ રોલમાં જેકલીન ફર્નાન્ડિઝ છે. આ ફિલ્મને ૧૦ જાન્યુઆરીએ રિલીઝ કરવાનું એલાન થયું છે. સોનુ સૂદે ૩૦ જુલાઈએ ૫૧મો બર્થ ડે સેલિબ્રેટ કર્યાે હતો. આ દિવસે તેની આગામી ફિલ્મ ફતેહની રિલીઝ ડેટ પણ જાહેર થઈ હતી.

સોનુએ એનાઉન્સમેન્ટ ડેટ સાથે ફિલ્મનું પોસ્ટર શેર કર્યુ હતું, જેમાં તેને દેશની બેસ્ટ એક્શન ફિલ્મ ગણાવવામાં આવી છે. જેકલીને ૧૦મી જાન્યુઆરી યાદ રાખવા અને દેશની અત્યાર સુધીની બેસ્ટ એક્શન ફિલ્મ માટે તૈયાર રહેવા હાકલ કરી હતી અને સોનુને બર્થ ડે વિશ કર્યુ હતું. ફિલ્મના નવા બે પોસ્ટર સોનુના જન્મદિને શેર થયા હતા. એક પોસ્ટરમાં સૂટમાં સજ્જ સોનુના બેકડ્રોપમાં નદીનો પુલ જોવા મળે છે.

અન્ય ઈમેજમાં સોનુ અને જેકલીનના ચહેરા પર સસ્પેન્સના એક્સપ્રેશન છે. આ ફિલ્મ દેશની વર્તમાન સ્થિતિ પર આધારિત છે. અત્યારે ચારે તરફ સાઈબર ક્રાઈમના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ફિલ્મમાં સાઈબર ક્રાઈમની આંટીઘૂંટી સમજાવવામં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.