Western Times News

Gujarati News

અમદાવાદની 12 ભયજનક બિલ્ડીંગોના લાઈટ-પાણી અને ગટરના કનેકશન કાપી નાંખવાની નોટીસ

File

12 ભયજનક બિલ્ડીંગને અમદાવાદ મ્યુ. કોર્પો.ની નોટિસ

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ તંત્રના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં આવેલા ભયજનક મકાનો સામે અવારનવાર તાકીદની જાહેર ચેતવણી અપાઈ રહી છે જે અંતર્ગત સરકારી કે ખાનગી મિલકતના માલિકો, કબજેદારો, હિત સંબંધ ધરાવતા તમામ લોકોને આવી મિલકતોને તત્કાળ ખાલી કરવાની નોટિસ અપાઈ રહી છે. હવે દક્ષિણ ઝોનમાં તંત્રએ મ્યુનિ. કવાટ્‌ર્સ સહિતના મકાનોને તાકીદે ખાલી કરવાને લગતી જાહેર ચેતવણી પ્રસિદ્ધ કરી છે.

દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર દ્વારા તમામ વપરાશી કે બિનવપરાશી ભયજનક મકાનો અંગે આવેલી ફરિયાદોના અનુસંધાને તેને ઉતારી લેવા માટે જીપીએમસી એકટની કલમ ર૬૪, ર૬પ તથા સીજીડીસીઆર ર૦૧૭ની જોગવાઈ મુજબ અવારનવાર નોટિસ ફટકારવામાં આવે છે. જો કે, તેમાં રહેનારાઓ દ્વારા રિપેરીંગ પણ કરાતું નથી.

તંત્રએ મીરા સિનેમા સામેના પ્રગતિનગર સ્લમ કર્વાટ્‌સ, ઉત્તમનગર બગીચા પાસેના ઉત્તમનગર મ્યુનિ. સ્ટાફ કર્વાટ્‌સ, ભૈરવનાથ પંપીંગ સ્ટેશનની બાજુના મ્યુનિ. હેલ્થ સ્લમ ક્વાટ્‌ર્સ, લીલાધર ભટ્ટ હોલની પાસેના મ્યુનિ. સ્ટાફ હેલ્થ ક્વાટ્‌ર્સ, નાથાલાલ ઝઘડા બ્રિજ પાસેના મ્યુનિ. સ્ટાફ ક્વાટ્‌ર્સ, વિજ્યાલક્ષ્મી સોસાયટી સામેના વસંત રજબ સ્ટાફ ક્વાટ્‌ર્સ,

ગંજ શહીદ કબ્રસ્તાન સામેના મ્યુનિ. સ્ટાફ ક્વાટ્‌ર્સ, ભુલભાઈ પોલીસ ચોકી પાસેના લાલબહાદૂર શાસ્ત્રી સ્લમ ક્વાટ્‌ર્સ, ખોડિયારનગર ગોડાઉનની પાછળના સિકંદર બખ્તનગર, વટવાના અંબિકા એપાર્ટમેન્ટ એમ કુલ ૧ર બિલ્ડીંગ સામે તે ભયજનક હોઈ તાકીદની જાહેર ચેતવણી પ્રસિદ્ધ કરાઈ છે.

આ મિલકતો અને તે સિવાયની દક્ષિણ ઝોન હદ વિસ્તારમાં આવેલી અન્ય સરકારી તથા ખાનગી માલિકોની મિલકત કે તેનો કોઈપણ ભાગ જર્જરિત થયેલો હોય તે અંગે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નોટિસથી જાણ કરવામાં આવેલી હોય કે ન હોય તેવી તમામ મિલતોના જર્જરિત થયેલા કે રિપેરિંગ કરવા યોગ્ય ભાગને તાકીદે રિપેરીંગ કરવા અંગેની જવાબદારી જીપીએમસી એકટ ૧૯૪૯ની કલમ ર૬૪, ર૬પ અને રાજ્ય સરકાર દ્વારા તા.૩ ઓકટોબર, ર૦૧૯થી મંજૂર કરાયેલા

અને હાલમાં અમલી સીજીડીસીઆર ર૦૧૭ તેમજ અન્ય જોગવાઈઓને આધીન મકાન માલિકે કે કબજેદાર કે હિતસંબંધ ધરાવતા તમામ ઈસમોની થતી હોય છે. આવી મિલકતોના જર્જરિત થયેલા ભાગને ઉતારી લઈ બાકીના ભાગને સિકગોર કરવાની કામગીરી તાકીદે માન્ય લાઈસન્સદાર સ્ટ્રકચર એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ કાયદાને આધીન રહી તાકીદે પૂણ કરવી તેવી જાહેર ચેતવણી પણ સત્તાવાળાઓએ આપી છે.

અન્યથા મકાન કે તેનો ભયજનક પડી જવાથી તે મિલકત કે આસપાસની કોઈ પણ મિલકતને નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આવી મિલકતોના માલિક કે કબજેદાર કે સંબંધિત હિત ધરાવતી તમામ વ્યક્તિઓની રહેશે. આવી મિલકતોના લાઈટ, પાણી, ગટરના કનેકશન કાપી નાંખવા સંબંધિત વિભાગને જાણ કરવામાં આવશે.

આવી જર્જરિત થયેલી મિલકત કે તેના ભાગને રિપેરીંગ કર્યા સિવાય તેમાં પ્રવેશ, વસવાટ કે અન્ય કોઈ ઉપયોગ કરવો નહીં કે આવી મિલકતની આસપાસ અવર જવર કરવી નહીં તેવી ચેતવણી તંત્રએ આપી છે. અગાઉ મ્યુનિ. સત્તાધીશોએ મધ્ય ઝોનના છ સ્ટાફ ક્વાટ્‌ર્સને લગતી ભયજનક મકાનના માલિકની નોટિસ ફટકારી હતી. આ સ્ટાફ ક્વાટ્‌ર્સ એવી સ્થિતિમાં છે કે જ્યાં કોઈપણ સમયે અકસ્માત કે દુર્ઘટના થવાનો ખતરો તોળાઈ રહ્યો છે.

અસારવાના એમએલએ મ્યુનિ. સ્લમ સ્ટાફ ક્વાટ્‌ર્સ, જમાલપુરના જેપી સ્ટાફ ક્વાટ્‌ર્સ, શાહીબાગના ગિરધરનગર હેલ્થ ક્વાટ્‌ર્સ, શાહપુરના મ્યુનિ. સ્લમ ક્વાટ્‌ર્સ અને મ્યુનિ. હેલ્થ સ્ટાફ ક્વાટ્‌ર્સ તેમજ ખાડિયાના મ્યુનિ. સ્લમ ક્વાટ્‌ર્સને તંત્રએ ગત પ જૂને જાહેર ચેતવણીને લગતી નોટિસ લગાવી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પણ જર્જરિત મકાનોના સંદર્ભમાં જૂનના પહેલાં અઠવાડિયામાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાઈ હતી

તે મુજબ ખાલી કરેલા કે ખાલી કરવાના થતાં જર્જરિત મકાનોની સામે બોર્ડના એકટ મુજબ કોઈ વૈકÂલ્પક વ્યવસ્થાની જોગવાઈ નથી તેમજ મરામત અને જાળવણીની પણ જોગવાઈ નથી.

પશ્ચિમ ઝોનમાં આવેલા ચાંદખેડા, સાબરમતી, રાણીપ, નવા વાડજ, નારણપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા, પાલડી અને વાસણામાં આવેલા તમામ જાહેર સરકારી તથા ખાનગી મિલકતોના માલિકો કે કબજેદારો કે હિતસંબંધ ધરાવતા તમામ શખ્સોને તંત્ર દ્વારા તેમની મિલકતોના જર્જરિત થયેલા ભાગને રિપેર કરવા અંગે જાહેર નોટિસ અપાઈ ચૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.