Western Times News

Gujarati News

નાગરિકોની અરજી નહીં પણ FIR નોંધોઃ પોલીસ કમીશ્નરનો અધિકારીઓને આદેશ

અમદાવાદમાં વર્ષે પ૦ હજાર ફરિયાદોઃ સાઈબર ક્રાઈમમાં પણ વધારો

(એજન્સી)અમદાવાદ, વસ્ત્રાલ ખાતે બુધવારે સવારે પોલીસ દ્વારા યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ કમીશ્નર જી.એસ.મલીકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે પોલીસ અધિકારીઓ પાસેથી ચિતાર મેળવ્યો હતો.

કોન્ફરન્સમાં પોલીસ કમીશ્નરે આપણે નાગરીકોની સેવા કરવાની છે. એટલે ક્રાઈમ થયું હોય ત્યારે અરજી નહી નોધાવાની પંરતુ ફરીયાદ નોંધીને તાત્કાલીક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. દર વર્ષે હત્યા, ફાયરીગ જેવા ક્રાઈમ અને સાયબર ક્રાઈમની મળીને પ૦ હજાર જેટલી ફરીયાદો નોધાય છે.

મહત્વનું છે કે એક વર્ષમાં હત્યાના ર૦,લુંટના ર૬, ચોરીના ૮ર૬, દુષ્કર્મના ર૧,અપહરણના ર૩ ગુના ઘટયા છે. પોલીસે એક વર્ષમાં ૪૯પ શખ્સોને પાસા કર્યા છે.

પોલીસ કમીશ્નરે ક્રાઈમ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ગત વર્ષે કરતા ચાલુ વર્ષે ગુનાખોરીનું પ્રમાણ ઘટયું છે. પરંતુ સાયબર ક્રાઈમના ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. સાયબર ગુનાઓ પોલીસ માટે પણ પડકારજનક છે. સાયબર ક્રાઈમ ગુનાઓ નોધાયા એટલે પોલીસ તપાસ કરીને ડીટેકશન તો કરે છે. પરંતુ નાગરીકો અજાણ્યા નંબર પરથી આવતા ફોન તેમજ અલગ અલગ લીક પર વિશ્વાસ મુકીને ઓટીપી જેવી મહત્વની વિગતો શેર કરી દેતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

જેથી પોલીસ સાયબર ક્રાઈમ અંગે નાગરીકોમાં અવેરનેસ આવે તે માટે કાર્યક્રમો કરશે. જેનાથી સાયબર ક્રાઈમના ગુનાઓનું પ્રમાણ પણ ઘટે. કોઈ પણ ગુનામાં જે કોઈ આરોપી હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ભલે પોલીસ આરોપી હોય તો પણ તેની વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓને સુચન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.