Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની તિજોરીમાં પ્રોપર્ટી ટેકસની આવક ૮૬૯ કરોડે પહોંચી

પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂપિયા રર૦.૭૩ કરોડની આવક તંત્રએ મેળવી

(એજન્સી)અમદાવાદ, એ તરફ મ્યુનિસિપલ ટેકસ વિભાગની કામગીરીથી સત્તાધીશોને સંતોષ નથી અને સાતેય ઝોનમાં ટેકસ વિભાગના ૩૦ કર્મચારીઓને શો-કોઝ નોટિસ ફટકારાઈ છે અને કેટલાકની બદલી કરી નાંખવામાં આવી છે.

આમ અત્યારે મ્યુનિ. ટેકસ વિભાગની કામગીરી ચર્ચાસ્પદ બની છ. બીજી તરફ પ્રોપર્ટી ટેકસની આવક રૂ.૮૬૯ કરોડથી પણ વધુ થઈ છે. મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેકસ વિભાગને પ્રોપર્ટી ટેકસની આવક અંગે મળેલી માહિતી દર્શાવી છે કે ગત તા.૧ એપ્રિલ ર૦ર૪થી તા.ર૯ જુલાઈ ર૦ર૪ સુધીના સમયગાળામાં સત્તાવાળાઓએ મધ્ય ઝોનમાંથી રૂ.૧ર૬.૬૩ કરોડ, ઉત્તર ઝોનમાંથી રૂ.૬૮.૮૦ કરોડ, દક્ષિણ ઝોનમાંથી રૂ.૬૮.૭ર કરોડ, પૂર્વ ઝોનમાંથી રૂ.૭૯.૭૪ કરોડ,

ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી રૂ.૧૮ર.પ૧ કરોડ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી રૂ.૧રર.૩ર કરોડ અને શહેરના સૌથી સુખી અને સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાંથી રાબેતા મુજબ સૌથી વધુ રૂ.રર૦.૭૩ કરોડની આવક થવા પામી છે. પ્રોપર્ટી ટેકસ વિભાગને ચાલુ નાણાંકીય વર્ષ ર૦ર૪-રપમાં અત્યાર સુધીના મહિનામાં થયેલી આવકની વિગત જો તપાસીએ તો એપ્રિલમાં રૂ.ર૭૧.૪૧ કરોડ, મેમાં રૂ.પ૧૪.૩પ કરોડ,

જૂનમાં ર૬.પ૪ કરોડ અને ર૯ જુલાઈ સુધીમાં રૂ.પ૭.૧પ કરોડની આવક થઈ છે. ગત નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪માં મ્યુનિ. તિજોરીમાં તા.૧ એપ્રિલ, ર૦ર૩થી તા.ર૯ જુલાઈ, ર૦ર૩ સુધીમાં સત્તાવાળાઓએ રૂ.૭૩૮.ર૪ કરોડની આવક પ્રાપ્ત કરી હતી. ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૪-રપમાં તંત્રએ આટલા જ સમયગાળામાં રૂ.૮૬૯.૪પ કરોડની આવક મેળવી હોઈ આ આવકમાં રૂ.૧૩૧.ર૧ કરોડનો વધારો થયો છે.

જે ૧૭.૭૭ ટકાનો વધારો દર્શાવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને તા.ર૯ જુલાઈ સુધીમાં પ્રોપર્ટી ટેકસ સહિતના વિવિધ ટેકસના મળીને કુલ રૂ.૧૦ર૯.પ૩ કરોડની આવક થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.