Western Times News

Gujarati News

ઈન્ડ. મેગા લાઈનમાંથી છોડવામાં આવતા દૂષિત પાણીથી પર્યાવરણ- આરોગ્ય પર ગંભીર અસર

પ્રતિકાત્મક

(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, સાબરમતી નદીમાં છોડવામાં આવતા પ્રદુષિત પાણી મામલે હાઈકોર્ટમાં ચાલી રહેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન જીપીસીબી દ્વારા દરેક વખતે સીઈટીપી અને મેગા લાઈન માટે સબ સલામતના દાવા કરવામાં આવી રહયા છે. પરંતુ જીપીસીબીના દાવા કેટલાક અંશે ખોટા પણ સાબિત થયા છે.

મ્યુનિ. લેબોરેટરીના પરીક્ષણ મુજબ મેગા લાઈનમાંથી છોડવામાં આવતા પાણીમાં બોઓડી, સીઓડી, સેલ્ફેટ સહિતનું પ્રમાણ વધારે માત્રામાં જોવા મળ્યું છે. જે નાગરિકોના આરોગ્ય અને પર્યાવરણ માટે અત્યંત જોખમી છે.

મ્યુનિ. કોર્પોરેશનના એસટીપીમાંથી બાયપાસ કરવામાં આવતા પ્રદુષિત પાણી મામલે હાઈકોર્ટ દ્વારા મ્યુનિ. કોર્પોરેશનનો અવારનવાર ઉધડો લેવામાં આવે છે. જયારે મેગા લાઈન મામલે જીપીસીબી દ્વારા સેફ ગેમ રમવામાં આવી રહી છે. પૂર્વ ઝોનના ઓદ્યોગિક વસાહતોમાં તૈયાર કરવામાં આવેલા સીઈટીપીમાં ટ્રીટ થયેલ પાણી મેગા લાઈન મારફતે સાબરમતી નદીમાં છોડવામાં આવે છે

આ પાણી અત્યંત પ્રદુષિત હોવાની વીડિયો પણ વાયરલ થઈ હતી તેમ છતાં જીપીસીબી આ મુદ્દે સબ સલામત ના દાવા વારંવાર કોર્ટ સમક્ષ કરી રહયું હતું. જેના કારણે ર૯ જાન્યુઆરીની મુદત દરમિયાન હાઈકોર્ટે સીઈટીપીના રિપોર્ટ રજુ કરવા હુકમ કર્યો હતો તેમજ મ્યુનિ. કોર્પોરેશનને પણ મેગા લાઈન આઉટ ફર્લોના રિપોર્ટ રજુ કરવા તાકિદ કરી હતી જેના પગલે મ્યુનિ. કોર્પોરેશને મેગા લાઈન આઉટ ફર્લોમાંથી સેમ્પલ લઈ તેના પરિક્ષણ કર્યાં હતાં જેમાં બીઓડી, સીઓડી, સલ્ફેટ અને ફલોરાઈડની માત્રા નિયત પેરામીટર કરતા વધુ જોવા મળી હતી.

મ્યુનિ. કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા મુજબ સાબરમતીના પ્રદુષણ મામલે જીપીસીબી દ્વારા વારંવાર કોર્પોરેશન પર દોષારોપણ કરવામાં આવે છે પરંતુ મેગા લાઈન મામલે હરફ સુધ્ધા ઉચ્ચારવામાં આવતો નથી. નરોડા, વટવા, ઓઢવ, નારોલ સહિતના ઔદ્યોગિક વસાહતોમાં સીઈટીપીની જવાબદારી જીપીસીબીની છે. પરંતુ જીપીસીબીના અધિકારીઓ પરોક્ષ રીતે આ જવાબદારી કોર્પોરેશનના માથે ઢોળી રહયા છે.

જેના કારણે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તમામ એસટીપી ઉપરાંત મેગા લાઈન ચેકિંગ માટે પણ ટ્રાસ્કફોર્સ બનાવવામાં આવી છે. તદઉપરાંત હાઈકોર્ટના આદેશ બાદ એક અલગ ટ્રાસ્કફોર્સની પણ રચના કરવામાં આવી છે. જેમાં જીપીસીબી, સીપીસીબી અને મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ આ ફોર્સ માત્ર દેખાવ પુરતી જ કામ કરતી હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.

સલ્ફેટ: પર્યાવરણ પર અસરઃ સલ્ફેટના ઊંચા એકાગ્રતાને કારણે સલ્ફેટ-ઘટાડનાર બેક્ટેરિયાનો વિકાસ થઈ શકે છે, જે હાઈડ્રોજન સલ્ફાઈડ ઉત્પન્ન કરે છે. આ વાયુમાં સડેલી ડિમ્બની બાસ આવે છે અને તે જળચર જીવન માટે ઝેરી છે.
આરોગ્ય પર અસરઃ પીવાના પાણીમાં સલ્ફેટના ઊંચા સ્તરથી આંતરડાના રોગ અને પાચનતંત્રમાં તકલીફો થઈ શકે છે, ખાસ કરીને નાજુક વસ્તીને જેમ કે શિશુઓને.

ક્લોરાઈડ: પર્યાવરણ પર અસરઃ વધુ ક્લોરાઈડ સ્તર જળચર પૃથ્વી માટે નુકસાનદાયક છે, કારણ કે ઘણા મીઠાં પાણીના પ્રાણીઓ વધુ ક્ષારિતાને સહન કરી શકતા નથી. જ્યારે નદીનું પાણી સિંચાઈ માટે વપરાય છે ત્યારે તે જમીનના બંધારણ અને ઉપજક્ષમતા પર પણ અસર કરે છે. આરોગ્ય પર અસરઃ પીવાના પાણીમાં વધુ ક્લોરાઈડનું પ્રમાણ પાણીમાં મીઠાશનો સ્વાદ આપતું હોય છે અને જે લોકો મીઠાને સંવેદનશીલ હોય છે તેમાં હાઈપરટેન્શન (ઉચ્ચ રક્તદબાણ) માં યોગદાન આપી શકે છે.

Chemical Oxygen Demand (COD) : પર્યાવરણ પર અસરઃ વધુ COD નું પ્રમાણ દર્શાવે છે કે પાણીમાં ઘણા જૈવિક પ્રદૂષકો છે, જે બેક્ટેરિયાના મકાનથી વિઘટન પામે છે અને દ્રાવ્ય ઓક્સિજનનું સ્તર ઓછું કરે છે. આથી હાઇપોક્ષિયા (ઓક્સિજનની ઘટ) થઈ શકે છે, જે માછલી અને અન્ય જળચર પ્રાણીઓ પર પ્રતિકૂળ અસર કરે છે.

આરોગ્ય પર અસરઃ આ પ્રત્યક્ષ રીતે પીવાના પાણીની ગુણવત્તાને અસર કરી શકે છે અને સ્વચ્છ પાણીની ઉપલબ્ધિને ઘટાડે છે. તે ઝેરી પદાર્થોની હાજરી દર્શાવતું હોય છે, જે સીધી આરોગ્ય જોખમો પેદા કરી શકે છે.

Biological Oxygen Demand (BOD) : પર્યાવરણ પર અસરઃ વધુ BOD સ્તર દર્શાવે છે કે પાણીમાં ઘણો જૈવિક પદાર્થ છે, જે બેક્ટેરિયાના પ્રવૃત્તિ અને ઓક્સિજન વપરાશ વધારતો હોય છે. આથી પાણીમાં ઓક્સિજનની ઘટ આવી શકે છે, જે માછલી અને અન્ય જળચર પ્રાણીઓ માટે જીવવલય (ડેડ ઝોન) સર્જે છે.
આરોગ્ય પર અસરઃ COD ની જેમ, વધુ BOD પાણીની ગુણવત્તાને અસર કરે છે અને સ્વચ્છ, ઓક્સિજન સમૃદ્ધ પાણીની ઉપલબ્ધિને ઘટાડે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.