Western Times News

Gujarati News

‘એનિમલ’ પછી તૃપ્તિ સાથે બધાનું વર્તન બદલાઈ ગયું

મુંબઈ, સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડીમરી ‘ધડક ૨’માં ફરી એક નવી લવસ્ટોરીમાં એક સાથે આવી રહ્યાં છે. તેઓ બંને પહેલી વખત એક ફિલ્મમાં સાથે કામ કરતાં જોવા મળશે. સિદ્ધાંતે એક ઇન્ટરવ્યૂમાં તૃપ્તિ અંગેનો ખુલાસો કર્યાે છે કે, તેની કા સ્ટાર તૃપ્તિ સાથે ‘એનિમલ’ની રિલીઝ પછી સેટ પર બધાનું વર્તન કઈ રીતે બદલાઈ ગયું હતું.

તૃપ્તિએ આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે કામ કર્યું હતું અને બધાથી વધુ લાઇમલાઇટ મેળવી હતી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે સિદ્ધાંત અને તૃપ્તિ ભોપાલમાં શૂટિંગ કરી રહ્યાં હતાં અને તેઓ પહેલાં જ દિવસે છેલ્લાં શોમાં ફિલ્મ જોવાં ગયાં. ફિલ્મ જોવા જતા પહેલા સિદ્ધાંત ટ્રેઇલર જોઈ ચૂક્યો હતો અને ગીતો પણ સાંભળ્યાં હતાં તેમજ તૃપ્તિ પાસે એ ફિલ્મમાં કામ કરવાના તેના અનુભવો વિશે પણ સાંભળ્યું હતું.

આ વખતને યાદ કરતાં સિદ્ધાંતે કહ્યું,“એનિમલ રિલીઝ થઈ પછી તેના માટે બધાનું વલણ નોંધપાત્ર રીતે બદલાઈ ગયો હતું. પહેલાં સેટ પર તે ચા માગતી તો કોઈ સાંભળતું પણ નહીં. જેવી ફિલ્મ રિલીઝ થઈ, એ લોકો પૂછતાં તમે કઈ ચા પીશો – મસાલા ચા, ગ્રીન ટી વગેરે, વગેરે.”

સિદ્ધાંતે આગળ કહ્યું કે આ જોઈને તે તૃપ્તિને ચીડવતો હતો, પરંતુ તેની સાથે જે થયું તેમાં હું બહુ જ ખુશ હતો. સિદ્ધાંતને પણ દેશના બીજા યુવાનોની જેમ તૃપ્તિ પર ક્રશ હતો કે નહીં તે અંગે સિદ્ધાંતે કહ્યું,“એ સ્વીટ છે અને અમેઝિંગ છે પરંતુ હું જ્યાં કામ કરું છું.

ત્યાં હું દિલ લગાવતો નથી. હું કામમાં દિલ લગાવું છું.” ‘ધડક ૨’ ૨૨ નવેમ્બરે રિલીઝ થશે, જેની જાહેરાત ‘આ કહાની છે થોડી અલગ કારણ કે એક હતો રાજા, એક હતી રાણી –જાત અલગ હતી….ખતમ કહાની..’ કેપ્શન સાથે થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.