Western Times News

Gujarati News

હાઈડ્રોજનથી ચાલતી એર ટેક્ષીનું પરીક્ષણ સફળ (જૂઓ વિડીયો)

૪ લોકો આ એરટેક્ષીમાં મુસાફરી કરી શકે છે

(એજન્સી)કેલિફોનિયા, પ્રથમ વખત હાઈડ્રોજન સંચાલીત એરટેક્ષીએ અમેરીકન શહેર કેલીફોર્નીયામાં સફળ પરીક્ષણ ઉડાન ભરી હતી. ટેક્ષી લગભગ ૯૦ર કિલોમીટર સુધી ઉડી હતી. તેનું ઉત્પાદન જોબી એવિએશન કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર આ હવાઈ કારમાં લંડનથી પેરીસ વચ્ચે એક સમયમાં ચાર લોકો નોન-સ્ટોપ મુસાફરી કરી શકશે.

ઉપરાંત આ મુસાફરી આરામદાયક હશે. જોબીના સીઈઓ જોબી બેવર્ટે કહયું કે એર ટેક્ષીની મદદથી અમેરીકાના ઘણા શહેરોની મુલાકાત લેવા માટે એરપોર્ટ જવાની જરૂર નથી. આ એર ટેક્ષી પાણીની વરાળ બહાર કાઢે છે. અને કોઈ પ્રદુષણ કરતી નથી. એલટેક્ષીમાં છે. જે તેને હેલીકોપ્ટરની જેમ ઉડવાની ક્ષમતા આપે છે. આ પંખાને દરેક બાજુએ ફેરવી શકાય છે.

તેમાં કુલ ચાર મુસાફરો માટે બેસવાની જગ્યા છે. આ એરટેક્ષી બનાવવા માટે અમેરીકન આર્મી દ્વારા ભંડોળ પુરું પાડવામાં આવ્યું હતું. સીઈઓ જોબીએ કહયું કે ર૦ર૧ માં કપંનીએ એરટેક્ષી બનાવવાનું શરૂ કર્યું હતું. આ એરટેક્ષી લાંબી ફલાઈટમાં સ્વચ્છ ઉર્જા માટે હાઈડ્રોજન ઈલેકટ્રીક પાવર સીસ્ટમને વપરાશ કરે છે. આ એરટેક્ષીમાં ૪૦ કિલો હાઈડ્રોજન ગેસ રાખી શકાય છે. જોબી એવીએશને અગાઉ દાવો કર્યો હતો કે આગામી વર્ષની શરૂઆતથી દુબઈમાં એરટેક્ષી ટુર ઉપલબ્ધ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.