Western Times News

Gujarati News

ઈન્દિરા સાગરનું પાણી સરદાર સરોવરમાં આવતા નર્મદા ડેમની જળસપાટી વધશે

(એજન્સી) અમદાવાદ, મધ્ય પ્રદેશમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે, ઈન્દિરા સાગર ડેમની જળસપાટી હાલમાં ૨૫૮.૭૦ મીટરે પહોંચી છે. હાલમાં ઈન્દિરા સાગર ડેમમાં, ઉપરવાસના વરસાદી પાણીની સાથેસાથે અન્ય ડેમમાંથી પણ વરસાદી પાણી આવી રહ્યું છે.

જેના કારણે મધ્યપ્રદેશના સિચાઈ વિભાગે, ઈન્દિરા સાગર ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વ્યાપક વરસાદ વરસ્યો છે.

મધ્યપ્રદેશમાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે, ઈન્દિરા સાગર ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. વરસાદી પાણીની આવકને જોતા, મધ્ય પ્રદેશના તંત્રે, ઈન્દિરા સાગર ડેમના ૧૨ દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ઈન્દિરા સાગર જળાશયનું પાણી સરદાર સરોવર નર્મદા ડેમમાં આવશે. જેથી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થશે.

મધ્ય પ્રદેશમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે, ઈન્દિરા સાગર ડેમની જળસપાટી હાલમાં ૨૫૮.૭૦ મીટરે પહોંચી છે. હાલમાં ઈન્દિરા સાગર ડેમમાં, ઉપરવાસના વરસાદી પાણીની સાથેસાથે અન્ય ડેમમાંથી પણ વરસાદી પાણી આવી રહ્યું છે. જેના કારણે મધ્યપ્રદેશના સિચાઈ વિભાગે, ઈન્દિરા સાગર ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે.

ઈન્દિરા સાગરના ૧૨ પૈકી ૮ ગેટ ૨.૫૦ મીટર અને ૪ ગેટ ૩.૦૦ મીટર ખોલવામાં આવશે. આ ઉપરાંત જળવિદ્યુત મથક પણ રાઉન્ડ ધી ક્લોક ચાલુ રાખવામાં આવ્યા છે.ઈન્દિરા સાગર ડેમમાંથી ૩,૨૩,૮૨૦ ક્યુસેક પાણી છોડવામાં આવશે. જે આશરે ૩૨ કલાક બાદ, આ પાણીની આવક સરદાર સરોવરમાં થવાનું શરૂ થતાં, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.