Western Times News

Gujarati News

સંઘર્ષરૂપી મીઠું ભભરાવ્યું હોય તો સફળતા વધુ મીઠી લાગેઃ ગુલશન

મુંબઈ, જાન્હવી કપૂર અને ગુલશન દેવૈયાને લીડ રોલમા દર્શાવતી ફિલ્મ ‘ઉલઝ’ બીજી ઓગસ્ટે રિલીઝ થઈ છે. ૨૦૨૪ના વર્ષમાં ખૂબ ચર્ચાસ્પદ રહેલી આ ફિલ્મ બોક્સઓફિસ જાદુ ચલાવી શકી નથી. શરૂઆતથી જ ‘ઉલઝ’ને ઠંડો રિસ્પોન્સ મળ્યો હતો.

લીડ એક્ટર ગુલશન દેવૈયાએ ફિલ્મની આ નિષ્ફળતાને ખેલદિલીથી સ્વીકારતાં સોશિયલ મીડિયા પર જણાવ્યુ હતું કે, સંઘર્ષરૂપી મીઠું ભભરાવેલું હોય તો સફળતા વધુ મીઠી લાગે છે.

સુધાંશુ સરિયાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં ગુલશન દેવૈયા અને જાન્હવીનીસાથે રોશન મેથ્યુ, મિયાન ચાંગ, રાજેશ તૈલંગ મહત્ત્વના રોલમાં છે. ગુલશન દેવૈયાએ એક્સ પ્લેટફોર્મ પર ‘ઉલઝ’નો બોક્સઓફિસ રિપોર્ટ રી-શેર કર્યાે હતો. આ સાથે જણાવ્યું હતું કે, સંઘર્ષ એ એવું મીઠું છે, જેને ભભરાવ્યા વગર સફળતા મીઠી લાગતી નથી.

સંઘર્ષ નહીં કરનાર ક્યારેય જીવનમાં કશું મેળવી શકે નહીં. ગુલશને જણાવ્યુ હતું કે, ફિલ્મો હિટ-ફ્લોપ રહ્યા કરે, પણ તેનાથ ડગી જવાનું હોય નહીં. ઉલ્લેખનીય છે કે, બોક્સઓફિસ પર ‘ઉલઝ’ની સીધી ટક્કર અજય દેવગનની ‘ઔરો મેં કહાં દમ થા’ સાથે થઈ હતી. ‘ઉલઝ’માં જાન્હવીએ ઈન્ડિયન ફોરેન સર્વિસ ઓફિસર સુહાના ભાટિયાનો રોલ કર્યાે છે.

લંડનમાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવતી સુહાનાનો પરિવાર દેશભક્ત છે. ત્રણ મહિનાની નોકરી દરમિયાન તેને નકુલ (ગુલશન) સાથે પ્રેમ થાય છે. લવ સ્ટોરી ખાસ પ્રગતિ કરે તે પહેલાં જાન્હવીના જીવનમાં દરેક મોરચે ઝંઝાવાતનું આગમન થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.