Western Times News

Gujarati News

સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સે NHCX મારફતે 100થી વધારે ક્લેઈમ ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા કરી સિદ્ધિ હાંસલ કરી

ચેન્નઈ, ભારતની સૌથી વિશાળ રિટેલ હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની સ્ટાર હેલ્થ એન્ડ અલાઈડ ઈન્સ્યોરન્સ (સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સ)એ આ ઈન્ડસ્ટ્રીમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી એક સીમાચીન્હરૂપ સિદ્ધિ હાંસલ કર્યાંની જાહેરાત કરી હતી. Star Health Insurance Achieves Industry-First Milestone with100+ Claim Transactions Processed Through NHCX

કાર્યક્ષમ ગ્રાહક સેવા એટલે કે કન્ઝ્યુમર સર્વિસ અને ઝડપભેર ક્લેઈમ સેટલમેન્ટ પ્રત્યેની તેમની કટિબદ્ધતાને દર્શાવતા સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સે નેશનલ હેલ્થ ક્લેઈમ્સ એક્સચેન્જ (એનએચસીએક્સ) સિસ્ટમની સાથે ભાગીદારીમાં 60 કરતાં વધારે અને 100 કરતાં વધારે લેવડ-દેવડના વ્યવહારની પ્રક્રિયા કરી છે, જે આ પ્લેટફોર્મ પર કોઈપણ હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા કરવામાં આવેલ સૌથી વધારે ક્લેઈમની પ્રક્રિયા પૈકી એક છે.

સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સના એમડી અને સીઈઓ શ્રી આનંદ રોયે જણાવ્યું હતું કે, “એનએચસીએક્સ પ્લેટફોર્મ મારફતે આશરે 100 ક્લેઈમ ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા કરવામાં આવી છે તે ફક્ત એક આંકડો નથી પણ તે અમારા દ્વારા આપવામાં આવેલ વચનનું પાલન છે. આ સીમાચીન્હ અમારા ગ્રાહકોને સેવા પૂરી પાડવાની દિશામાં એક મોટી છલાંગ છે, જે હેલ્થ ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રી માટે એક નવો ગોલ્ડ સ્ટાન્ડર્ડ સ્થાપિત કરે છે.

ડિજીટલ ઈનોવેશનને અપનાવીને અમે સમગ્ર પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા ઉપરાંત અમે ઈન્સ્યોરન્સને લગતી કામગીરીની વિવિધ પદ્ધતિ તથા સમાજમાં તેની ભૂમિકાને એક નવું સ્વરૂપ આપી રહ્યા છે.અમારા ગ્રાહકો હવે ક્લેઈમ સેટલમેન્ટ્સમાં અસાધારણ ઝડપ, પારદર્શિતા, અને કાર્યદક્ષતાનો અહેસાસ કરી શકે છે.”

કંપનીએ જુલાઈ 2024માં એનએચસીએક્સ પર પોતાનું સૌ પ્રથમ ટ્રાન્ઝેક્શન અમલી બનાવ્યું હતું, જે કામગીરીને સુવ્યવસ્થિત કરવા તથા પોલિસી ધારકોના સંતોષને સુનિશ્ચિત કરવા પ્રત્યે પોતાની કટિબદ્ધતાને દર્શાવે છે. શરૂઆતમાં 7 કરતાં વધારે સેવા પૂરી પાડનારા સાથે ભાગીદારી કરીને કંપનીએ ઝડપભેર પ્રગતિ કરી છે, જે પહેલા બે દિવસમાં 10 કરતાં વધારે ક્લેઈમને લગતા ટ્રાન્ઝેક્શનને સફળતાપૂર્વક પૂરા કર્યાં હતા અને અત્યાર સુધીમાં આ આંકડો 100ને પાર કરી ગયો છે.

એનએચસીએક્સ પ્લેટફોર્મ આયુષ્માન ભારત ડિજીટલ મિશન (એબીડીએમ)નું એક મહત્વનું ઘટક છે, જે સ્વાસ્થ હેલ્થ ક્લેઈમ પ્રક્રિયાને પ્રમાણિત કરે છે અને ઈન્સ્યોરન્સ, હેલ્થકેર સર્વિસ પૂરી પાડનારાઓ તથા પોલિસીધારકો વચ્ચે મુક્તપણે માહિતીના આદાન-પ્રદાનને સક્ષમ બનાવે છે.

એનએચસીએક્સનું આક એકીકૃત સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સને ઈન્ડસ્ટ્રીઝની અગ્રેસર સ્થાન પર રાખે છે, જે ચુકવણીકર્તાઓ, પ્રદાતાઓ તેમ જ લાભાર્થીઓ વચ્ચે હેલ્થ ક્લેઈમ સંબંધિત માહિતીનું આદાન-પ્રદાન કરવાની સવલતને સ્વયંસંચાલિત કરે છે; આ સાથે જ ક્લેઈમને લગતી પ્રક્રિયાને પણ સુવ્યવસ્થિત કરે છે, ટર્નઅરાઉન્ડ સમયને ઓછો કરવા તેમ જ એકંદરે ગ્રાહક અનુભવને વધારે છે. આ ઉપલબ્ધિઓ હેલ્થ ઈન્સ્યોરન્સના ક્ષેત્રમાં ઈનોવેશન, કન્ઝ્યુમરને લગતા અનુભવો તથા ડિજીટલ પરિવર્તન પ્રત્યે સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સની સતત કટિબદ્ધતાને દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.