Western Times News

Gujarati News

બાંગ્લાદેશમાં 9000 વિદ્યાર્થીઓ સહિત હજારો ભારતીયો ફસાયા છેઃ વિદેશ મંત્રી

બાંગ્લાદેશમાં હિન્દુઓને નિશાન બનાવાયાઃજયશંકર-ઢાકાના વહીવટી તંત્ર સાથે સંપર્કમાં:  વિદેશ મંત્રી

(એજન્સી)બાંગ્લાદેશ, બાંગ્લાદેશમાં હિંસાના કારણે હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. શેખ હસીનાએ વડાંપ્રધાન પદેથી રાજીનામું આપ્યું દીધું છે અને હાલ તેઓ ભારતમાં આશરો લઈ રહ્યા છે, ત્યારે ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે બાંગ્લાદેશની સ્થિતિ અંગે રાજ્યસભામાં નિવેદન આપ્યું છે.

વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે ઢાકાના વહીવટી તંત્ર સાથે સંપર્ક છીએ અને ત્યાંના રાજદૂતો અને હિંદુઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવા ત્યાંની એજન્સીઓને કહેવાયું છે. આ પહેલા બાંગ્લાદેશની હિંસા અંગે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી, વિદેશ મંત્રી, સંરક્ષણ મંત્રી, રાજ્યસભાના નેતા, સંસદીય કાર્યમંત્રી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બાંગ્લાદેશ સંકટ મામલે રાજ્યસભામાં નિવેદન આપતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે ‘અમે આ સંકટ પર નજર રાખી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ ત્યાં હિંસા ચાલુ છે. હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમે ઢાકાના સંપર્કમાં છીએ. શેખ હસીનાએ ભારત આવવાની પરવાનગી માંગી હતી. આ ઉપરાંત અમે બાંગ્લાદેશમાં ભારતીય સમુદાયના સંપર્કમાં પણ છીએ. બાંગ્લાદેશમાં ૯૦૦૦ વિદ્યાર્થીઓ સહિત હજારો ભારતીયો હાજર છે.’

તેમણે રાજ્યસભામાં કહ્યું કે, ‘બાંગ્લાદેશ આપણી ખૂબ નજીક છે અને ત્યાં જાન્યુઆરીથી ત્યાં હોબાળો ચાલી રહ્યો છે. બાંગ્લાદેશમાં જુન-જુલાઈમાં હિંસા શરૂ થઈ હતી. અમે ત્યાંના રાજકીય પક્ષોના સંપર્કમાં હતા. ક્વોટા સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી છે અને શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું છે.

ચોથી ઓગસ્ટે સ્થિતિ સૌથી વધુ ખરાબ થઈ હતી. ત્યાં મોટાભાગના લઘુમતીઓ પર હુમલા થયા છે, જે ચિંતાનો વિષય છે.’ તેમણે કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં જુલાઈથી હિંસા થઈ રહી છે. ૨૧ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે અનામત અંગે ચુકાદો આપ્યો હતો, તેમ છતાં વિરોધ-પ્રદર્શન થયા રહ્યા. ત્યારબાદ ચોથી ઓગસ્ટે ફરી હિંસા શરૂ થઈ,

દેખાવકારોએ પોલીસ પર હુમલા કર્યા, જાહેર સંપત્તિને નુકસાન કર્યું, પછી પાંચમી ઓગસ્ટે કર્ફ્‌યૂ લગાવાયો, તેમ છતાં રસ્તાઓ પર માર્ચ કાઢવામાં આવી. બાંગ્લાદેશની આર્મીના વડાએ દેશને સંબોધન કર્યું અને શાંતિ રાખવા અપીલ કરી. હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવાયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.