Western Times News

Gujarati News

વલસાડમાં ઔરંગા નદી ગાંડીતૂરઃ પ્રોટેક્શન વોલ નદીમાં તણાઈ

(એજન્સી)વલસાડ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે. ઔરંગા નદી ગાંડીતૂર બનતાં અનેક જગ્યાએ આફતના દ્રશ્યો સામે આવ્યા છે, જિલ્લાના ભાગડા ખુર્દ ગામે તબાહીનું તાંડવ મચ્યું છે.ઔરંગા નદીના પુરથી ગામમાં અનેક ઘર તબાહ થઈ ગયા છે.અનેક ઘરમાં નદીમાં વહી ગયા જેના કારણે દોડધામ મચી ગઈઆફતના વરસાદે ઔરંગા નદીને બે કાંઠે કેરી છે,

નદીમાં ઘોડાપુરની સ્થિતિથી નદીના પાણી અનેક ઘરોનો તબાહ કરી રહ્યા છે. નદીના પાણી ગામમાં ઘૂસતા લોકોના હાલ-બેહાલ થયા છે.આ છે વલસાડ જિલ્લામાં આવેલું ભાગડા ખુર્દ ગામ.જ્યાં ઔરંગા નદીનું પાણી એટલા તિવ્ર પ્રવાહથી આવ્યું કે પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ ગઈ.અને તે પાણી અનેક ઘરને તાણી ગયું. મોડી રાત્રે એકાએક નદીનું પાણી ગામમાં ઘૂસ્યું અને ત્રણ જેટલા ઘર નદીના પ્રવાહમાં તણાઈ ગયા.ઘર નદીમાં ધસી પડતાં ગામમાં દોડધામ મચી ગઈ.

લોકો પોતાની ઘરવખરી બચવવા માટે મથામણ કરતાં નજરે પડ્યાં.ઘરમાં જે બચ્યું તેને સુરક્ષિત સ્થળે ખસેડતાં જોવા મળ્યા.ગામમાં બનેલી આ ઘટના બાદ મામલદાર, ટીડીઓ અને એનડીઆરએફના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તો રોષે ભરાયેલા ગામ લોકોએ અધિકારીઓનો ઘેરાવો કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.

તો અધિકારીઓએ આ ઘટના પર આશ્વાસન આપ્યું છે કે જે ઘરોને નુકસાન પહોંચ્યું છે તેનો તાત્કાલિક સર્વે કરીને સહાયની રકમ ચુકવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

તો હાલ ભાગડા ખુર્દ ગામના તળાવ ફલિયામાં મકાનની છત ધરાશાયી થઈ હતી.સદનશીબે છત ધરાશાયી થતાં ઘરમાં રહેલા વૃદ્ધનો ચમત્કારિક બચાવ થયો હતો.આ જ મકાન ૨૦ કલાક સુધી પુરના પાણીમાં ડૂબેલું રહ્યું હતું.વૃદ્ધે પોતાના મકાનને થયેલા નુકસાન માટે સરકાર પાસે સહાયની માગ કરી છે.

તો હાલ ગામમાં જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.નદીમાં ઘોડાપુરના આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીમાં પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે. તો પાણીને કારણે ગામમાં જે તબાહી મચી તે પણ જોઈ શકાય છે.હવે જોવું રહ્યું કે પુરના પાણી ક્યારે ઓસરે છે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.