Western Times News

Gujarati News

સુરતમાં હત્યારાઓ બેફામ: જાહેરમાં સળિયાથી મારમારી બિલ્ડરની હત્યા

પ્રતિકાત્મક

સુરત, સુરતમાં ગુનાખોરીએ હદ વટાવી છે. રવિવારે રાત્રે યુ-ટયુબના પત્રકારને લબરમૂછિયા ટપોરીઓએ રહેંસી નાંખ્યો હતો, તે ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં તો મંગળવારે ધોળેદહાડે શહેરના સગરામપુરા વિસ્તારમાં સરાજાહેર બિલ્ડરની હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે મંગળવારે શહેરના સગરામપુરામાં તલાવડીના નામે ઓળખાતા વિસ્તારમાં ધોળેદહાડે જાહેરમાં પપ વર્ષીય બિલ્ડર આરીફ કુરેશીની હત્યા થઈ હતી. હુમલાખોરોએ સળિયાથી મારી આરીફ કુરેશીની કરપીણ હત્યા કરી હતી. જૂના ઝઘડાની અદાવતમાં બિલ્ડર આરીફની હત્યા થઈ હોવાની ચર્ચા છે.
હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં દહેશત વ્યાપી ગઈ હતી.

મસ્જિદની નજીક જ બિલ્ડરની હત્યા થતાં માહોલ તંગ બન્યો હતો. બિલ્ડરના મિત્રો, પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. રસ્તા પર લોહીનું ખાબોચિયું ઊભરાયું હતું. કોઈકે બિલ્ડરની લાશને ઢાંકી હતી. પોલીસે પહોંચી લાશનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળ્યા મુજબ બેથી ત્રણ જેટલા હુમલાખોરો બાઈક પર આવ્યા હતા.

તેમણે પહેલાં પાછળથી સળિયા વડે બિલ્ડર પર હુમલો કરી દીધો હતો. કઉપરાછાપરી સળિયા, લાકડાના ફટકા મારી હત્યા કરી નાસી છૂટયા હતા. ઘટનાની જાણ થતાં અઠવા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પોલીસ અધિકારીઓએ કહ્યું કે પપ વર્ષીય બિલ્ડર આરીફ કુરેશીની હત્યા થઈ છે. તેઓ મસ્જિદમાં નમાઝ પઢવા આવ્યા હતા. નમાઝ પઢીને પરત જઈ રહ્યા હતા ત્યારે બે હુમલાખોરોએ હુમલો કર્યો હતો. એક યુવકે પાછળથી બિલ્ડરના માથામાં સળિયાથી હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. બન્ને આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.