Western Times News

Gujarati News

ગિફ્ટ સિટી અને NFSUએ ફાઇનાન્શિયલ અને સાયબર સિક્યોરિટી સ્કીલ્સ વધારવા માટે MoU કર્યા

કોર્પોરેટ ફોરેન્સિકમાં સેન્ટર ઓફ એક્સીલન્સની સ્થાપના ગિફ્ટ સિટીમાં કુશળતાને નોંધપાત્રપણે મજબૂત કરશે, એમ શ્રી તપન રેએ જણાવ્યું હતું

ગાંધીનગર, 7 ઓગસ્ટ2024 – ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (એનએફએસયુ)એ ઇન્ટરનેશનલ આર્બિટ્રેશનફ્રોડ ઇન્વેસ્ટિગેશનડેટા સિક્યોરિટીસાયબર સિક્યોરિટી અને એન્ટી-મની લોન્ડ્રીંગમાં નિપુણતા વધારવા માટે સહયોગ કર્યો છે. આ વ્યૂહાત્મક ગઠબંધનનો ઉદ્દેશ આ નિર્ણાયક ક્ષેત્રોમાં શિક્ષણતાલીમ અને સંશોધનમાં રસ તથા નવીનતાઓ જગાવવાનો છે.

ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ શ્રી તપન રે અને એનએફએસયુના વાઇસ ચાન્સેલર પદ્મશ્રી ડો. જે એમ વ્યાસના નેતૃત્વ હેઠળ ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીના બે અગ્રણી સંસ્થાનો વચ્ચે સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શ્રી રેએ જણાવ્યું હતું કે આ ભાગીદારી ફાઈનાન્સ અને ટેક્નોલોજી માટે પ્રગતિશીલ માહોલ ઊભો કરવા અને શીખવાને પ્રોત્સાહન આપવાના અને તેના પગલે ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમને વધુ ઉચ્ચ સ્તરે લઈ જવાના અમારા સમાન વિઝનને દર્શાવે છે. સાયબર ફોરેન્સિકફિનટેકફોરેન્સિક એકાઉન્ટિંગ અને ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન પર ધ્યાન કેન્દ્રિત કરતા સેન્ટર ઓફ એક્સીલન્સની સ્થાપનાથી ગિફ્ટ સિટીમાં નિપુણતા મહત્વપૂર્ણ રીતે મજબૂત બનશે. અમારા સંયુક્ત પ્રયાસો સુનિશ્ચિત કરશે કે ગિફ્ટ સિટીના એકમોને ઉત્કૃષ્ટ સ્તરની પ્રતિભાઓ તથા શ્રેષ્ઠ જ્ઞાનની એક્સેસ મળે જેથી નવીનતા તથા ઉત્કૃષ્ટતા હાંસલ કરી શકાય.

એનએફએસયુ-ગાંધીનગરના કેમ્પસ ડિરેક્ટર પ્રો. એસઓ જુનારેએ નોંધ્યું હતું કે આ એમઓયુ કોર્પોરેટ ફોરેન્સિકમાં સેન્ટર ઓફ એક્સીલન્સ સ્થાપવા સહિત અનેક મહત્વની પહેલ આદરશે. આ સેન્ટરનું ધ્યાન ઇન્ટરનેશલ આર્બિટ્રેશનસાયબર સિક્યોરિટીસાયબર ફોરેન્સિક્સફિનટેક અને ફાઇનાન્શિયલ ફોરેન્સિક્સ પર રહેશે.

ગિફ્ટ સિટીમાં એકમો માટે વિશિષ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને સ્કીલ ડેવલપમેન્ટ પહેલ તૈયાર કરવામાં આવશે. આ ભાગીદારી સિમ્પોઝિયાકોન્ફરન્સીસવર્કશોપ્સશોર્ટ કોર્સીસ અને રિસર્ચ મીટિંગ ગોઠવવા તથા ફેકલ્ટી અને ઓફિસર્સના એક્સચેન્જને પણ પ્રોત્સાહન આપશે. જોઇન્ટ રિસર્ચકન્સલ્ટન્સી અને સતત એજ્યુકેશ પ્રોગ્રામ હાથ ધરાશે તથા ટીચિંગસ્ટુડન્ટ ડેવલપમેન્ટ અને રિસર્ચ એડવાન્સમેન્ટ્સ અંગે માહિતી પણ શેર કરવામાં આવશેએમ તેમણે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.