Western Times News

Gujarati News

નીચલી કોર્ટમાં 15 લાખ પેન્ડિંગ કેસ સામે જજની સંખ્યા ઓછી

રાજયમાં ર૦ર૩ સુધીમાં નીચલી અદાલતોમાં ૧પ લાખ કેસ પેન્ડિંંગ હતા

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતની નીચલી અદાલતોમાં વર્ષ ર૦ર૩ના અંતે ૧પ લાખથી વધુ કેસ પડતર હતા. બીજી તરફ રાજયની જીલ્લા સહીતની નીચલી અદાલાતોમાં ફેબ્રુઆરી-ર૦ર૪ સુધી પ૦૦થી વધુ જજની જગ્યા ખાલી હતી.

જીલ્લા અને સબ ઓડીનેટ કોર્ટમાં જજની ખાલી સંખ્યામાં ગુજરાત દેશમાં બીજા નંબરે હતું. આ સંજોગોમાં અરજદારોને ઝડપી ન્યાય કયાંથી મળે તે સવાલ ઉભો થયો છે. તે ઉપરાંત હાઈકોર્ટમાં જુલાઈ-ર૦ર૪ની સ્થિતીએ ર૩ જેટલી ન્યાયાધીશની જગ્યા ખાલી છે.

ગુજરાતમાં ર૦રરમાં નીચલી અદાલતોમાં કુલ ૧૬.૯૩ લાખ કેસ પડતર હતા. તેમાં આંશીક ઘટાડો થઈ ર૦ર૩માં ૧પ.૬૭ લાખ જેટલા કેસ પેન્ડીગ રહયા હતા. તેમાંથી અનેક કેસ વર્ષો જુનો છે. તેની સામે રાજયમાં નીચલી અદાલતોમાં મોટી સંખ્યામાં જજની સંખ્યા ખાલી છે. તેના કારણે એકતરફ કેસનો ભરાવો થતો જાય છે. અને નિકાલ થાય તેવી માળખાગત વ્યવસ્થા સમાંતર ગોઠવાઈ રહી નથી.

ફેબ્રુઆરી-ર૦ર૪ની સત્તાવાર માહીતી મુજબ, દેશના વિવિધ રાજયમાં ગુજરાત ટોચના ત્રણ રાજયમાં છે. જેમાં જજની સંખ્યા મોટી સંખ્યામાં ખાલી રહી હતી. ઉત્તરપ્રદેશ સૌથી વધુ ૧રપ૦ ખાલી જગ્યા સાથે પ્રથમ નંબરે તે પછી ગુજરાત અને ૪૬૭ ખાલી જગ્યા સાથે બીહાર ત્રીજા નંબરે છે.

ગુજરાત કોર્ટના બિલ્ડીગથી લઈ અન્ય સુવિધામાં મોખરે છે. ત્યારે જજની ખાલી જગ્યાના કારણે કેસોનો ભરાવો લાંબા સમય સુધી રહે છે. તાજેતરમાં રાજયસભામાં અપાયેલા આંકડા મુજબ ગુજરાત હાઈકોર્ટમાં કુલ પર ન્યાયાધીશની જગ્યા છે તેમાંથી ર૯ જગ્યા ભરેલી છે. તેની સામે ર૩ જગ્યા ખાલી છે. જે લગભગ ૪પ ટકા જેટલી થવા જાય છે.

વિવિધ અદાલતમાં જજની ખાલી જગ્યાના કારણે કેસોના નિકાલની પ્રક્રિયામાં વિલંબ થાય છે. તે સાથે જજ ઉપર કામનું બમણું ભારણ રહેતું હોય છે. અરજદારને ન્યાય મેળવવામાં ભારે વિલંબ પણ થતો હોય છે. તો નવા કેસની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. તેથી ઉપલી અદાલતોથી લઈ નીચલી અદાલતો સુધીના કુલ લાખો પેન્ડીગ કેસની સંખ્યા રહે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.