Western Times News

Gujarati News

NSEમાં રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરની સંખ્યા 10 કરોડને પાર કરી ગઈ

8મી ઓગસ્ટ, 2024ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયામાં નોંધાયેલ યુનિક રજિસ્ટર્ડ રોકાણકારોનો આંકડો 10 કરોડ (100 મિલિયન)ના આંકને વટાવી ગયો હતો.

એક્સચેન્જમાં નોંધાયેલા કુલ ક્લાયન્ટ કોડ્સ (એકાઉન્ટ્સ)ની સંખ્યા 19 કરોડ છે (અત્યાર સુધી થયેલા કુલ ક્લાયન્ટ રજિસ્ટ્રેશન સમાવિષ્ટ, ક્લાયન્ટ એક ટ્રેડિંગ મેમ્બર કરતાં વધુ રજિસ્ટ્રેશન કરી શકે છે). NSE registered investor base crosses 10 crore (100 million) unique investors (unique PANs) and 19 crore (190 million) total accounts.

છેલ્લા કેટલાક વર્ષોમાં એનએસઈ ખાતે રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં ઝડપી ટ્રેન્ડ જોવા મળ્યો છે. રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા કામગીરી શરૂ થયાના 14 વર્ષમાં 1 કરોડના આંકને આંબી ગયો હતો, પછીના 1 કરોડ રોકાણકારો ઉમેરાતા લગભગ સાત વર્ષ લાગ્યા હતા, ત્યારબાદના એક કરોડ રોકાણકારોને લગભગ સાડા ત્રણ વર્ષ લાગ્યા હતા અને પછીના એક કરોડને એક વર્ષથી થોડો જ વધુ સમય લાગ્યો હતો.

બીજા શબ્દોમાં કહીએ તો, માર્ચ 2021માં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યાને 4 કરોડનો આંકડો આંબી જતાં 25 વર્ષથી વધુનો સમય લાગ્યો હતો. ત્યારપછીના 1 કરોડના વધારા (4 કરોડથી 10 કરોડ) ઝડપી ગતિએ જોવા મળ્યા છે જેમાં લગભગ સરેરાશ 6-7 મહિનો સમય લાગ્યો છે અને છેલ્લા એક કરોડ કરોડ માત્ર પાંચ મહિનામાં ઉમેરાયા છે.

આ સમયગાળા દરમિયાન દૈનિક નવા યુનિક ઇન્વેસ્ટર્સના રજિસ્ટ્રેશન્સ સરેરાશ 50,000થી 78,000ની વચ્ચે રહી છે. ડિજિટાઈઝેશનમાં ઝડપી વૃદ્ધિ, રોકાણકારોની વધતી જાગૃતિ, નાણાંકીય સમાવેશ અને બજારની સતત કામગીરીને કારણે રોકાણકારોની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 3 ગણાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધી (31મી જુલાઈ, 2024 સુધીમાં), બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સે 11.8 ટકાનું વળતર મેળવ્યું છે, જ્યારે નિફ્ટી 500 ઇન્ડેક્સનો તે જ સમયગાળા દરમિયાન મજબૂત 16.2 ટકા વધારો જોવા મળ્યો છે. નિફ્ટી 50 અને નિફ્ટી 500 માટે જુલાઈ 2024ના રોજ પૂરા થતા છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં વાર્ષિક વળતર અનુક્રમે 17.5 ટકા અને 21.1 ટકા રહ્યું છે.

ભારતમાં આજે 10 કરોડ નોંધાયેલા રોણકારોની સરેરાશ ઉંમર લગભગ 32 વર્ષ છે, જેમાં 40 ટકા 30 વર્ષથી ઓછી ઉંમરના છે. માત્ર પાંચ વર્ષ પહેલાં સરેરાશ ઉંમર 38 વર્ષની હતી, જે યુવાનોમાં બજારોમાં વધી રહેલી રુચિને દર્શાવે છે. આજે લગભગ પાંચમાંથી એક રોકાણકાર મહિલા છે.

છેલ્લા એક કરોડ રજિસ્ટ્રેશન્સમાંથી, લગભગ 42 ટકા ઉત્તર ભારતમાંથી, ત્યારબાદ પશ્ચિમ ભારત (25 ટકા), દક્ષિણ ભારત (18 ટકા) અને પૂર્વ ભારત (14 ટકા) છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર નવા રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં અગ્રેસર રહ્યા અને આ બંને રોકાણકારોમાં એક ચતુર્થાંશ કરતાં વધુ હિસ્સો ધરાવે છે. આ વધારો તમામ રાજ્યોમાં જોવા મળ્યો છે, જેમાં 30 પિન કોડ સિવાયના તમામમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ બજારમાં સીધું રોકાણ કરે છે.

છેલ્લા પાંચ મહિનામાં તમામ નવા રોકાણકારોના રજિસ્ટ્રેશનમાંથી 46.5 ટકાથી વધુ ટોચના 100 જિલ્લાઓ (આ સમયગાળામાં નવા રજિસ્ટ્રેશનની સંખ્યા દ્વારા) બહારના જિલ્લાઓમાંથી થયા છે. હાલમાં, 1.7 કરોડ (17 મિલિયન) રોકાણકારો સાથે સૌથી વધુ નોંધાયેલા યુનિક ઇન્વેસ્ટર્સ મહારાષ્ટ્રના છે, ત્યારબાદ 1.1 કરોડ (11 મિલિયન) રોકાણકારો સાથે ઉત્તર પ્રદેશ અને 87 લાખ (8.7 મિલિયન) રોકાણકારો સાથે ગુજરાતમાં છે.

આ સમયગાળા દરમિયાન પરોક્ષ સહભાગિતા પણ અર્થપૂર્ણ રીતે વધી છે. આ વર્ષે માર્ચ અને જૂન વચ્ચે લગભગ 2.1 કરોડ (21 મિલિયન) નવા એસઆઈપી એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા છે અને સરેરાશ માસિક એસઆઈપી ઈનફ્લો રૂ. 20,452 કરોડ (રૂ. 205 અબજ) રહ્યો છે જેની સામે અગાઉના છ મહિનાના ગાળામાં રૂ. 17,613 કરોડ (રૂ. 176 અબજ)નો ઇનફ્લો હતો.

એનએસઈના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી શ્રીરામ ક્રિષ્નને જણાવ્યું હતું કે “અમે આ વર્ષે અમારા રોકાણકારોના આધારમાં વધુ એક નોંધપાત્ર સીમાચિહ્ન સુધી પહોંચ્યા છીએ. ફેબ્રુઆરીના અંતમાં 9 કરોડના આંકડાની સિદ્ધિ મેળવ્યા બાદ, પ્રશંસનીય રીતે એક્સચેન્જ પર ઓનબોર્ડ થયેલા રોકાણકારોની સંખ્યામાં માત્ર પાંચ મહિનામાં જ બીજા એક કરોડનો વધારો થયો છે. આ વૃદ્ધિ ઘણા મુખ્ય પરિબળોને આભારી હોઈ શકે છે,

જેમાં સુવ્યવસ્થિત Know Your Customer (KYC) પ્રક્રિયા, હિસ્સેદારોની આગેવાની હેઠળના રોકાણકાર જાગૃતિ કાર્યક્રમો દ્વારા સુવિધાયુક્ત ઉચ્ચ નાણાંકીય સાક્ષરતા અને ટકાઉ હકારાત્મક બજાર સેન્ટિમેન્ટનો સમાવેશ થાય છે. ઇક્વિટી, એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs), રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs), ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (InvITs), સરકારી બોન્ડ્સ અને કોર્પોરેટ બોન્ડ્સ જેવા વિવિધ એક્સચેન્જ-ટ્રેડેડ ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં વધેલી ભાગીદારીએ આ પરિબળોમાં યોગદાન આપ્યું છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.