Western Times News

Gujarati News

હિડનબર્ગનો બીજો રિપોર્ટ સત્યથી વેગળો હોવાનો અદાણીનો દાવો

રિપોર્ટમાં ખોટા દાવા કરાયાઃ અદાણી

ઓફશોર સંસ્થાઓનો ઉપયોગ અદાણી મની સાઈફનિંગ સ્કેન્ડલમાં કરાયો હતો તેમાં SEBIના અધ્યક્ષની ભાગીદારી પણ હતી. હવે આ આરોપો પર SEBIના ચેરપર્સને ખુલાસો કર્યો હતો.

(એજન્સી)નવી દિલ્હી, અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગે હવે અદાણી જૂથ ઉપરાંત સેબીના ચેરપર્સન માધવી પુરી બૂચ સામે પણ આરોપો મૂક્યા છે અને અદાણી તથા માધવી બુચ વચ્ચે સાંઠગાંઠ છે એવું કહ્યું છે. તેના જવાબમાં અદાણી જૂથે રવિવારે વિસ્તૃત ખુલાસો આપ્યો છે. અદાણીએ પોતાની સામેના તમામ આરોપોને નકારી કાઢતા કહ્યું કે અમને બદનામ કરવા માટે ખોટા દાવાઓનું રિસાઈક્લિંગ કરવામાં આવ્યું છે.

હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટ મામલે અદાણી જૂથ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં જણાવાયું છે કે આ રિપોર્ટમાં લગાવવામાં આરોપો તથ્યો સાથે ચેડા કરીને રજૂ કરવામાં આવ્યા છે. અમે હિંડનબર્ગ દ્વારા અદાણી જૂથ સામે કરવામાં આવેલા આ તમામ આરોપોને સંપૂર્ણપણે નકારીએ છીએ.

તેમાં અમને બદનામ કરતા દાવાઓનું ફક્ત રિસાયક્લિંગ છે. અદાણી ગ્રૂપે કહ્યું કે, અગાઉ કરવામાં આવેલા આ તમામ આરોપોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને તમામ આરોપો સંપૂર્ણ પાયાવિહોણા સાબિત થયા છે. અગાઉ જાન્યુઆરી ૨૦૨૪માં સુપ્રીમ કોર્ટ દ્વારા તેને ફગાવી દેવામાં આવ્યા છે.

અદાણી જૂથે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમારું વિદેશી હોÂલ્ડંગ સ્ટ્રક્ચર સંપૂર્ણપણે પારદર્શક છે, જેમાં તમામ તથ્યો અને વિગતો ઘણા જાહેર દસ્તાવેજોમાં નિયમિતપણે પ્રદર્શિત થાય છે. અદાણી ગ્રૂપને બદનામ કરવાના આ ઈરાદાપૂર્વકના પ્રયાસમાં, જણાવાયેલા વ્યક્તિઓ કે બાબતો સાથે કોઈ વ્યવસાયિક સંબંધ નથી.
હિંડેનબર્ગ દ્વારા શનિવારે એક રિપોર્ટ જાહેર કરાયો હતો

જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સેબીના વડા માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચે ૫ જૂન, ૨૦૧૫ના રોજ સિંગાપોરમાં ૈંઁઈ પ્લસ ફંડ ૧ સાથે તેમનું ખાતું ખોલાવ્યું હતું. તેમાં દંપતીનું કુલ રોકાણ ૧૦ મિલિયન ડોલર હોવાનો અંદાજ છે. હિંડનબર્ગે આક્ષેપ કર્યો હતો કે ઓફશોર મોરેશિયસ ફંડની સ્થાપના અદાણી ગ્રૂપના ડાયરેક્ટર દ્વારા ઈન્ડિયા ઈન્ફોલાઈન દ્વારા કરવામાં આવી હતી અને તે ટેક્સ હેવન મોરેશિયસમાં નોંધાયેલ છે. આ આરોપોના પગલે માધવી અને ધવલ બુચે પણ રવિવારે પોતાનો ખુલાસો આપ્યો હતો.

તેમણે કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટમાં કરવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે અને તેમાં કોઈ સત્ય નથી. અમારું જીવન અને નાણાં એક ખુલ્લા પુસ્તક જેમ છે. અમારે જે પણ ખુલાસા કરવાની જરૂરિયાત હતી, તે બધી જ જાણકારી ગયા વર્ષે સેબી દ્વારા આપવામાં આવી ગઈ છે.

મને બદનામ કરવાનો પ્રયાસ ઃ માધવી
(એજન્સી) મુંબઈ, અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ એ ગત વર્ષે ભારતીય અબજપતિ ગૌતમ અદાણી સામે ગંભીર આરોપો મૂકતાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. હવે આ વર્ષે તેણે ફરી અદાણીને સંડોવતાં માર્કેટ રેગ્યુલેટર સેબી પર નિશાન સાધ્યું. હિંડનબર્ગે તેના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ અને SEBI અધ્યક્ષ માધવી પુરી બુચ વચ્ચે કોઇ લિંક હોવાનો દાવો કરતાં આરોપ લગાવ્યો છે કે વ્હિસલબ્લોઅર પાસેથી મળેલા દસ્તાવેજો અનુસાર જે ઓફશોર સંસ્થાઓનો ઉપયોગ અદાણી મની સાઈફનિંગ સ્કેન્ડલમાં કરાયો હતો તેમાં SEBIના અધ્યક્ષની ભાગીદારી પણ હતી. હવે આ આરોપો પર SEBIના ચેરપર્સને ખુલાસો કર્યો હતો.

જોકે હિંડનબર્ગ દ્વારા લગાવાયેલા સનસનાટી મચાવતા આરોપો વિશે SEBIના ચેરપર્સને પણ જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે મારી સામે લગાવેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને મને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે સવારે એક નિવેદન જારી કરતાં માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે કહ્યું કે હિંડનબર્ગના રિપોર્ટમાં લગાવાયેલા આરોપો પુરાવા વગરના છે અને તેમાં કોઈ સત્ય નથી.

અમારું જીવન સૌની સામે જ છે. અમારે જે પણ ખુલાસા કરવાની જરૂર હતી તે તમામ જાણકારીઓ ગત વર્ષોમાં સેબીને આપી દીધી છે. માધવી પુરી બુચે આગળ કહ્યું કે અમે કોઈપણ ફાયનાન્શિયલ ડૉક્યુમેન્ટનો ખુલાસો કરવામાં ખચકાશું નહી, જેમાં એ દસ્તાવેજ પણ સામેલ છે જે એ સમયગાળા સાથે સંકળાયેલા છે જ્યારે અમે સંપૂર્ણપણે સામાન્ય નાગરિક હતા. જો અધિકારીને જરૂર હશે તો અમે તે આપવા તૈયાર છીએ. દુર્ભાગ્યપૂર્ણ છે કે જે હિંડનર્બગ રિસર્ચ સામે સેબીએ કાર્યવાહી કરી છે અને કારણદર્શક નોટિસ મોકલી છે તેણે એના જ જવાબમાં અમારા ચરિત્રને બગાડવાનો પ્રયાસ કર્યો છે.
હિંડનબર્ગના અહેવાલ અનુસાર દસ્તાવેજો દર્શાવે છે કે સેબીના ચેરમેન ઓફશોર એન્ટિટીમાં સામેલ હતા જેનો ઉપયોગ અદાણીના નાણાકીય હેરાફેરીના કૌભાંડમાં થયો હતો. માધવી પુરી જ્યારે સેબીના મેમ્બર હતા ત્યારે તેમના પતિને બ્લેકસ્ટોનમાં સિનિયર એડવાઈઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે અગાઉ ક્યારેય કોઈ ફંડ, રિયલ એસ્ટેટ અથવા કેપિટલ માર્કેટમાં કામ કર્યું નથી એવું પણ હિંડનબર્ગ દ્વારા જણાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.