Western Times News

Gujarati News

ભાટપુરના આર્મી જવાન નિવૃત થઇ વતન આવતા ગામ લોકોએ સન્માન કર્યું

(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) મહીસાગર જિલ્લા ના વિરપુર તાલુકાના ભાટપુર ગામના વતની બારૈયા મહેશકુમાર પુનમભાઈ ભારતીય સેનામાં ૨૪ વર્ષની ફરજ બજાવી સેવા નિવૃત્ત થઇ બપોરે વતનમાં પરત ફરતા ભાટપુર ગામના આગેવાનો દ્રારા તેઓને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આર્મી જવાને ૨૦ વર્ષની વયે વર્ષ ૨૦૦૧ મા અહમદનગર મહારાષ્ટ્રમા ટ્રેનિંગ પુરી કરી પ્રથમ પોસ્ટિંગ શ્રી ગંગાનગર મેળવ્યું હતું.જે બાદ બીજા દેશમા સાઉથ આફ્રિકા(કાંગો)સહીત અનેક વિસ્તારોની બોડર ઉપર ફરજ બજાવી છેલ્લે મેકેનાઈઝ ઇન્ફેન્ટ્રી ૧૯ બટાલિયન બિકાનેર થી સેવા નિવૃત્તિ થઇ પરત વતન આવતા તેમના પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.