Western Times News

Gujarati News

‘ઉડન છૂ’માં વેડિંગની થીમ પર રોમાન્સ-કોમિડીનું કોમ્બિનેશન

મુંબઈ, દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ જેવા ખ્યાતનામ અને પ્રતિભાશાળી કલાકારોનો કાફલો ધરાવતી ફિલ્મ “ઉડન છૂ”માં ઈમોશનની સાથે કોમેડી પણ છે. વેડિંગ બેકડ્રોપ સાથે સેટ કરેલી આ ફિલ્મ ઉતાર-ચઢાવ, હાસ્ય અને આંસુ અને આવી ઉજવણી સાથે આવતા અનોખા અનુભવોને સાર્થક કરશે.

સંપૂર્ણ પારિવારિક મનોરંજક ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. ટીઝરમાં આર્જવ ત્રિવેદી “વર” અને આરોહી પટેલ “વધૂ” તરીકે નજરે પડી રહ્યાં છે. અનીશ શાહ દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ પ્રેમ, કોમેડી અને ડ્રામાને એક અપરંપરાગત મેરેજ-થીમ આધારિત એન્ટરટેઇન્મેન્ટ પેકેજમાં રજૂ કરેછે.

નવેમ્બર ફિલ્મ્સ અને ઇન્દિરા મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર્સ છે રાહુલ બાદલ, જય શાહ તથા અનીશ શાહ. “અનોખા પ્રયાસોની અનોખી સફર એટલે ઉડન છૂ”- આ લાઈન ઘણું બધું સસ્પેન્સ ક્રિએટ કરે છે. ફિલ્મનું ટીઝર લગ્નના પોશાકમાં સજ્જ આર્જવ ત્રિવેદી અને આરોહી પટેલના એક દૃશ્ય સાથે શરૂ થાય છે, જે આનંદદાયક છતાં પડકારજનક વેડિંગ જર્નીનો સંકેત આપે છે.

વેડિંગ આધારિત ફિલ્મો ગમતી હોય તેમના માટે આ ફિલ્મ મસ્ટ- વોચ બની રહેશે, જેમાં હાસ્ય, કોમેડી અને ઈમોશન્સ દરેકનો સમન્વય છે. ઉલ્લેખનીય છે છે દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ પ્રથમવાર એક સાથે આવી રહ્યાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.