Western Times News

Gujarati News

SBI જનરલ ઈન્સ્યોરન્સે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિકમાં 32 ટકા ગ્રોથ નોંધાવ્યો

મુંબઈ, ભારતની ટોચની જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકી એક એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિકમાં રૂ. 2603 કરોડના ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ (જીડીપી) સાથે 32 ટકાનો આકર્ષક ગ્રોથ નોંધાવ્યો છે. આ ગ્રોથ સમાન ગાળામાં ઈન્ડસ્ટ્રીની સરેરાશ કરતાં નોંધનીયપણે આઉટપર્ફોર્મ છે, જે એસબીઆઈ જનરલની માર્કેટમાં મજબૂત સ્થિતિ અને ગ્રોથને પ્રતિબિંબ કરે છે.

કંપનીની આકર્ષક કામગીરી નાણાકીય પરિણામમાં જોવા મળે છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિકમાં કર પહેલાંનો નફો રૂ. 244 કરોડ નોંધાયો છે. જે ગતવર્ષે સમાન ગાળાની તુલનાએ 159 ટકા વધ્યો છે.

સોલ્વન્સી રેશિયો નિયમકારી જરૂરિયાતો કરતાં વધુ 2.21 રહ્યો છે. જે મજબૂત નાણાકીય સ્થિરતા દર્શાવે છે. એસબીઆઈ જનરલે ખાનગી ઈન્સ્યોરન્સ સેક્ટરમાં 5.41 ટકા માર્કેટ હિસ્સો (SAHI સહિત) હાંસલ કરી તેના ફુટપ્રિન્ટ્સને વધુ મજબૂત બનાવ્યા છે, જે ગતવર્ષે 4.82 ટકા કરતાં વધ્યો છે. તદુપરાંત મલ્ટીલાઈન ખાનગી ઈન્સ્યોરન્સ કંપનીઓ વચ્ચે (SAHI સિવાય) ઈન્સોલવન્સી રેશિયો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં 6.54 ટકા નોંધાયો છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં કંપનીનો ગ્રોથ મોટર, ફાયર, અને પર્સનલ એક્સિડન્ટ સેગમેન્ટમાં મજબૂત કામગીરીને આભારી છે.

એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સના એમડી અને સીઈઓ શ્રી નવીન ચંદ્ર જ્હાંએ કંપનીની કામગીરી વિશે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિકમાં આકર્ષક 32 ટકાનો ગ્રોથ જાહેર કરવા બદલ અમે ઉત્સુક છીએ. જે અમારી મજબૂત બિઝનેસ વ્યૂહરચના અને ગ્રાહક કેન્દ્રિત અભિગમ દર્શાવે છે. પરિણામ સ્ટેકહોલ્ડર્સ માટે ટકાઉ અને નફાકારક ગ્રોથ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ કરે છે.

અમે અમારા સ્ટેકહોલ્ડર્સને ઈનોવેટિવ, ગ્રાહક કેન્દ્રિત ઈન્સ્યોરન્સ સોલ્યુશન્સ મારફત મૂલ્યવાન સેવાઓ આપવા અને ગ્રોથ મોમેન્ટમ જાળવી રાખવા સમર્પિત છીએ. અમારી ઈનોવેશન અને ડિજિટલ વિસ્તરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અમારા ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા સક્ષમ બનવાની ખાતરી આપે છે. પ્રથમ ત્રિમાસિકના મજબૂત પરિણામોએ નાણાકીય વર્ષ 2024-25માં ટકાઉ ગ્રોથ માટેનો માર્ગ મોકળો કર્યો છે. અમે ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક અને સ્ટ્રેટેજિક પાર્ટનરશીપનો લાભ લેતાં ઈરડાના 2047 સુધી તમામને ઈન્સ્યોરન્સ પ્રદાન કરવાના વિઝનને અનુરૂપ ઈન્સ્યોરન્સ ગ્રાહકોની સંખ્યામાં વધારો કરીશું.”

એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ આગામી ત્રિમાસિકમાં તેના માર્કેટ હિસ્સામાં વધારો અને ટકાઉ ગ્રોથ જાળવી રાખવા તેના ડાયવર્સ પ્રોડક્ટ પોર્ટફોલિયો અને ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્કનું વિસ્તરણ જારી રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.