Western Times News

Gujarati News

United Gujarati Summit 2024નું પહેલી વખત ભવ્ય આયોજન USAમાં કરવામાં આવ્યું

તા. ૨થી ૪ ઑગસ્ટ,2004  દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમમાં ડલ્લાસ USA ખાતે “વન ગુજરાતવન ગુજરાતીવન વોઈઝ”ની ટેગલાઈન સાથે“ફર્સ્ટ યુનાઇટેડ “ગુજરાતી કન્વેન્શન ૨૦૨૪” યોજાઈ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલી સંબોધન

ફેડરેશન ઓફ ગુજરાતી એસો સીએશન દ્વારા આયોજીત આ કોન્ફરન્સમાં રાજ્યના નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ

ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન દ્વારા USA ખાતે “વન ગુજરાતવન ગુજરાતીવન વોઈઝ” ની ટેગલાઈન સાથે“ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન ૨૦૨૪” યોજાઈ હતી જેમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ૧૫,૦૦૦ થી વધુ ગુજરાતીઓ સહભાગી બન્યા હતા.

તા. ૨થી ૪ ઑગસ્ટ,2004  દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમમાં ડલ્લાસ ખાતે રાજ્યના નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પૂર્વ કૃષિમંત્રીશ્રી અને ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી,પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ ડલ્લાસ ખાતે સહભાગી થયા હતા. કાર્યક્રમની ભવ્ય શરૂઆત ભારતીય સંસ્કૃતિ મુજબ સંસ્કૃત શ્લોક અને ગુજરાતની ઓળખ સમા રાસ-ગરબાથી કરવામાં આવી હતી.

યુ.એસ.એ.સ્થિત લગભગ ૧૦૦ જેટલી ગુજરાતી સમુદાયની સંસ્થાઓએ સંયુક્તપણે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન ફોગા નામની સંસ્થાની સ્થાપના કરી છે. FOGAએ વર્ષોથી U.S.A. માં વસતા ગુજરાતી લોકોએ ગુજરાતની સંસ્કૃતિગુજરાતના સંસ્કારો અને ગુજરાતની અસ્મિતાને જાળવી રાખી છે.

ગુજરાતના સપૂત અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ કાર્યક્રમની સફળતા માટે પોતાનો શુભકામના સંદેશ પાઠવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અમેરીકા માં વસતા ગુજરાતી સમુદાયને માર્ગદર્શીત કર્યા હતાં.

ડલ્લાસ ખાતેના આ ત્રણ દિવસના કાર્યક્રમ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતાં. ધાર્મિક સંતો દ્વારા ધ્યાન-યોગની અંગે માર્ગદર્શન આપી ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય અને આવનારી પેઢીઓમાં પણ સનાતન ધર્મનો વારસો જળવાઇ રહે તેનું ચિંતન કરાયુ હતું. વર્ષોથી U.S.A. માં સ્થાયી થયેલા ગુજરાતીઓને સફળ નેતૃત્વ અને લીડરશીપ વિશે પણ માર્ગદર્શન અપાયું હતું.

U.S.A. માં લગભગ ૧.૭ મિલીયન ગુજરાતીઓ વસે છેત્યાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને મેળાવડા થતાં હોય છે. પરંતુ આ વખતે ફેડરેશન ઓફ ગુજરાતી એસો સીએશન ઓફયુ.એસ.એ.દ્વારા United Gujarati Summit ૨૦૨૪નું પહેલી વખત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક વિચારથી શરૂ થયેલ વાઈબ્રન્ટ ગુજરાત ઈવેન્ટ આજે બ્રાન્ડીંગ નહીં પરંતુ બોન્ડીંગ માટેની ઈવેન્ટ સાબિત થઈ છે. વાઈબ્રન્ટ ગુજરાતની સફળતા બતાવે છે. Why people come in Gujarat, Why people invest in Gujarat, Why people stay in Gujarat and Why people think about Gujarat?

 ફોગાના ઘણા પ્રતિનિધિઓએ ગુજરાતમાં આયોજીત થતી “વાયબ્રન્ટ ગુજરાત” ઈવેન્ટમાં પણ હાજરી આપી હતી અને ફોગાએ વાયબ્રન્ટ ગુજરાતની સફળતાને ધ્યાને લઇ યુનાઈટેડ ગુજરાતી કન્વેન્શન ૨૦૨૪ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયુ હતું.

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના “વોકલ ફોર લોકલ” ના મંત્રને ચરિતાર્થ કરતાંગુજરાત સરકાર તરફથી કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું “યુનાઈટેડ ગુજરાતી કન્વેન્શન ૨૦૨૪” કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું કચ્છના હાથ વણાટના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ સાલ અને અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ આપી સન્માન કરાયુ હતું.

ગુજરાત સરકારના મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ અને શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં ગુજરાતની વિકાસગાથા રજૂ કરી હતી.વાયબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાતમાં ઉદ્યોગોની સ્થાપનારીવરફ્રન્ટગિફટસિટીધોલેરાસર જેવા મેગા પ્રોજેક્ટ સહિતના ગુજરાતના સર્વાગી વિકાસની વાતો ગુજરાતી સમુદાયના લોકોને વર્ણવી હતી.

ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીઝ માટે બીઝનેશ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે. સાથે સાથે પ્રોએકટીવ પોલીસી મેકીંગમીનીમમ બેરીયર્સ ટુ સેટઅપ બીઝનેસઈન્ડસ્ટ્રીયલ એન્ડ લોજેસ્ટીક ઈન્ફ્રાસ્ટ્રક્ચરઈન્વેસ્ટર્સ ફ્રેન્ડલી ઈકોસીસ્ટમડીઝીટલ ગર્વનન્સ અને ઈઝ ઓફ લીવીંગ દ્વારા ગુજરાત સરકાર ઉદ્યોગકારોને ગુજરાતમાં ઈન્વેસ્ટ કરવા આવકારી રહી છે.

વિકસીત ભારત ૨૦૪૭ ના સંકલ્પને સાર્થક કરવા વિકસીત ગુજરાત થી વિકસીત ભારતનો રોડમેપ ગુજરાતી સમુદાય સમક્ષ રજૂ કરાયો હતો. “જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત” આ પંક્તિ આ ત્રિદિવસીય કાર્યક્રમની સફળતા સૂચવે છે.

આ કાર્યક્રમમાં U.S.A. કોંગ્રેસના લીડરસેનેટ મેમ્બર અને ડલ્લાસના મેયરશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતમાં થયેલ વિકાસલક્ષી કામગીરીની પ્રસંશા કરી હતી.

U.S.A.માં વસતા આપણા ગુજરાતીઓએ આ સમિટમાં એકઝીબિશન અને સ્ટોલ પણ રાખેલ હતાં. ત્યાંના ઉદ્યોગપતિઓ સાથે ગુજરાતના બંને મંત્રીશ્રીઓ એ આવનારા દિવસોમાં ગુજરાતમાં પોતાનો વ્યવસાય કેવી રીતે કરવો અને ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ કેવી રીતે કરવું તેની વિસ્તૃત ચર્ચા કરી હતી. આવનારા દિવસોમાં U.S.A.ના ગુજરાતીઓનું ડેલિગેશન ગુજરાત આવે તે માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.