Western Times News

Gujarati News

હાલોલ બાયપાસ ચોકડી પાસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

(પ્રતિનિધિ) ગોધરા, હાલોલ બાયપાસ રોડ ઉપર ચંદ્રપુરા જવાના માર્ગ ઉપર નાકાબંધી કરી એલસીબી પોલીસે એક લાખ રૂપિયા ઉપરાંત ના ભારતીય બનાવટ ના ક્વોટરીઆ સહિત બિયરના જથ્થાસાથે કુલ કિ.રૂ.૬,૩૩,૪૨૦/-ના મુદ્દામાલ સાથે દારૂના બે ખેપીયાને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

હાલોલ માં દારૂની માંગે અને પુરવઠાએ ઓછું થવાનું નામ નથી લીધું. નગરમાં અનેક ઠેકાણે હોમ ડિલિવરી સાથે બિન્દાસ દારૂ મળી રહે છે. ત્યારે આજે જિલ્લા એલસીબીએ ટાઉન પોલીસની હદમાં નાકાબંધી કરી એક કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે બે ખેપિયાઓને દબોચી લીધા હતા.એલસીબી ના કોન્સ્ટેબલ કેતન ભરવાડ અને અન્ય સ્ટાફ જ્યોતિ સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતા

તે દરમ્યાન તેમને બાતમી મળી હતી કે એક દારૂ ભરેલી સ્વીફ્‌ટ કાર કાલોલ તરફથી હાલોલ આવે છે. તે કાર ચંદ્રપુરા ચોકડીથી સાવલી તરફના રસ્તા ઉપર જવાની છે. બાતમી આધારે એલસીબીના સ્ટાફે આ માર્ગ ઉપર વોચ ગોઠવી તે દરમિયાન નાકાબંધી કરી સ્વીફ્‌ટ કારને ઝડપી પાડી હતી. જોકે નાકાબંધી જોઈને સ્વીફ્‌ટ કાર ચાલકે રોડ ઉપરના બેરીકેટની બાજુમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે કારને ઘેરી લઈને ખેપીયાને દબોચીને ઝડપી લીધો હતો.

જેમા હરિયાણાના નીમાડ નો કાર ચાલક મંજિત ઉદેસિંહ જાટ અને મૂળ મહારાષ્ટ્રના નવી મુંબઈના થાણેનો રહેવાસી અને હાલ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના માવલી તાલુકાના ઘાસા ગામે રહેતો લોકેશ ઉર્ફે વિક્રમ અમરસિંહ દેવડા બંને ખેપિયા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસને કારમાંથી રૂ.૬૬ હજાર ૨૪૦ ની કિંમતના ૧૨ પેટી વિસ્કીના ૫૭૬ નંગ કાચના કવાટરીયા અને રૂ.૫૭ હજારની કિંમતના ૨ બિયરની ૧૯ પેટીમાં ૪૫૬ નંગ ટીન મળી આવ્યા હતા.

પોલીસે એકલાખ ત્રેવીસ હજાર ૨૪૦ નો દારૂ, રૂ ૧૦ હજારના બે મોબાઈલ, અને રૂ.૫ લાખની સ્વીફ્‌ટ કાર મળી ૬,૩૩૦૦૦ મુદ્દામાલ સાથે બે ખેપિયાઓને ઝડપી પાડી હાલોલ ટાઉન પોલીસ મથકે બંને સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.